September 25, 2022
September 25, 2022

રાજકોટમાં રાજકીય ભૂકંપ : બોધરા જસદણથી ટીકીટ નથી માંગવાની તમેં કામ પૂર્ણ કરો? ભાજપમાં મચ્યો ખળભળાટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે તો બીજી તરફ ક્યાંક પાર્ટીમાં સભ્યોની નારાજગી પણ સામે આવી રહી છે. ત્યારે જસદણ વિધાનસભાને લઇને કંઇક નવા જૂનીના સંકેત વર્તાયા છે. કોળી સમાજમાં હાલ બે ફાંટા પડી ગયા છે. કુંવરજી બાવળિયા અને ભરત બોઘરા એમ બે જૂથ પડી ગયા છે. આ વચ્ચે કુંવરજી બાવળિયાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે ભરત બોઘરાને ટિકિટ નથી મળવાની. અથવા તો ટિકિટ નથી માંગવાના. આ ઓડિયો ક્લિપને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

  • રાજકોટ શહેર અને જિલ્લાના આગેવાનોમાં ચર્ચાનો વિષય
  • રાજકોટ વિધાનસભા ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર
  • જસદણ વિધાનસભામાંથી ડો. ભરત બોધરા નહીં માંગે ટીકીટ
  • રાજકોટ શહેર અને જિલ્લાના આગેવાનોમાં ચર્ચાનો વિષય
  • ગોંડલના કાર્યક્રમ સમયે અમુક આગેવાનોની હાજરીમાં જ પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે કરી ટકોર
  • જસદણ વિધાન સભા ચાલતી બોધરા- બાવળિયાની ટક્કર વચ્ચે પાટીલની બોધરાને ટકોર
  • રાજકોટ વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમ દરમિયાન કુંવરજીભાઇ બાવળિયાને જ ટીકીટ મળે તેવી શક્યતાઓ
  • જસદણમાં ચાલતા જૂથવાદ વચ્ચે બોધરાને ટિકિટ નથી માંગવાની વાત
  • પેજ કમીટીનું કામ પૂર્ણ કરવા પણ બન્ને આગેવાનોને ટકોર
  • બોધરા જસદણથી ટીકીટ નથી માંગવાની તમેં કામ પૂર્ણ કરો

જસદણ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કોણ તેને લઇને રસાકસી જોવા મળી રહી છે. કુંવરજી બાવળિયાનો ઓડિયો વાયરલ થયો છે જેમાં કહેવામાં આવ્યુ છે કે બોઘરા સાહેબે ટિકિટ માંગવાની નથી. બુથની કામગીરીને લઇને તેઓ જણાવી રહ્યા હતા 10-15 ટકા જ બુથનું કામ બાકી છે. ત્યારે સિટીંગ એમએલએ તરીકે પૂર્વમંત્રી કુંવરજી બાવળિયાનો દાવો આ ઓડિયો ક્લિપથી સાબિત થઇ રહ્યો છે કે ભરત બોઘરા હવે ટિકિટ નહી માંગે. આ ઓડિયો ક્લિપ સી.આર પાટીલ રાજકોટની મુલાકાતે આવ્યા તે પછીની છે. ઉલ્લેખનીય છે કે જસદણ વિધાનસભા બેઠક પર ડૉ. ભરત બોઘરા અને કુંવરજી બાવળિયાનું નામ સંભવિત ઉમેદવારોમાં છે.

 90 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved