November 29, 2022
November 29, 2022

ભાજપના સાંસદે છોટુ વસાવાના વખાણ કરતા રાજકારણ ગરમાયું…

મનસુખ વસાવાએ છોટુ વસાવાના કાર્યને બિરદાવ્યું

ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ ઝઘડિયા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી રહેલા છોટુ વસાવાના વખાણ કરી રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ તેમણે મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી છે.

ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ભાજપની એક સભા દરમિયાન છોટુ વસાવાના વખાણ કર્યા હતા. જે વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, ‘છોટુ વસાવા આદિવાસીઓના હક અધિકાર માટે લડત ચલાવે છે. છોટુભાઈ આદિવાસીઓના હક માટે અને અધિકારો માટે લડ્યા છે એ સ્વીકારવું પડે.’

વીડિયો વાયરલ થયા બાદ ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, ‘કેટલાક લોકો પ્રશ્ન પૂછે કે શું છોટુભાઈએ કશું નથી કર્યું? ત્યારે મેં કહ્યું છે કે છોટુભાઈ વસાવા આદિવાસીઓના હક માટે લડતા આવ્યા છે. પરંતુ એકલા બીટીપી કે એકલી તાકાતથી સરકાર બનાવી શકતા નથી. બે કે ત્રણ ધારાસભ્ય વર્ષોથી આવ્યા છે.’

ગુજરાતના રાજકારણમાં ભાગ્યે જ કોઈ એવું હશે જે છોટુભાઈ વસાવાને નહીં ઓળખતું હોય. ગુજરાતના રાજકારણની વાત આવે ત્યારે છોટુ વસાવાનું નામ ન આવે એવું બંને જ નહીં. છેલ્લા લગભગ ચાર દાયકાથી ઝઘડિયા બેઠક અને છોટુ વસાવાનો નાતો જોડાયેલો રહ્યો છે. આ વખતે વસાવાના પરિવારમાંથી ટિકિટને લઈને કકળાટ સામે આવ્યો હતો. મહેશ વસવાએ તેમના પિતા છોટુ વસાવા સામે મોરચો માંડ્યો હતો. બીટીપી પાર્ટીના અધ્યક્ષ મહેશ વસાવાએ પિતાના બદલે ઝઘડિયા સીટ પર પોતાનું નામ જાહેર કરી દેતા વિવાદ સર્જાયો હતો. જે બાદ છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોધાવતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. જે બાદ મહેશ વસાવાએ ફોર્મ પાછુ ખેંચી લીધું હતું.

 40 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved