ગુજરાત સાથે મારો જૂનો નાતો: રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમણે વિધાનસભા ગૃહમાં સંબોધન કર્યું. વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ સ્વાગત પ્રવચન આપીને વિધાનસભા વતી ભગવત ગીતા ભેટ આપી હતી. તેના બાદ રાષ્ટ્રપતિએ સંબોધન શરૂ કર્યુ હતું.
તેમણે સંબોધનની શરૂઆતમાં કહ્યુ કે, લોકતંત્રના આ મંદિરમાં તમારી વચ્ચે આવીને મને આનંદ થાય છે. મારુ સૌભાગ્ય છે કે બાપુની જન્મભૂમિ ગુજરાતની ભૂમિ પર આવવાના અનેક અવસર મળ્યાં. આ સમારોહ ત્યારે આયોજિત થયો છે, જ્યારે દેશ આઝાદીને અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. આ માટે ગુજરાતથી વધીને કોઈ મોટુ સ્થાન નથી. સ્વતંત્રતાની કલ્પના કરનારાઓમાં ગુજરાતના લોકો અગ્રણી ભૂમિકામાં હતા. દાદાભાઈ નવરોજી, ફીરોઝશાહ જેવાએ અવાજ ઉઠાવ્યો હતો, જેને ગુજરાતના લોકોએ મજબૂત બનાવી. અંતે મહાત્મા ગાંધીના માર્ગદર્શનમાં સ્વતંત્રતા મળી. આજે વિશ્વમાં કોઈ હિંસા થાય ત્યારે બાપુના મૂળ મંત્ર અહિંસાના માર્ગનો અહેસાસ થાય છે. ગુજરાતનો ઈતિહાસ અદ્વિતીય રહ્યો છે. સત્યાગ્રહની ભૂમિ પણ કહેવાય છે.
રાષ્ટ્રપતિએ ગુજરાતના વિકાસને આગળ વધારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમને સાધુવાદ આપ્યો હતો.ગુજરાતીઓનો દેશ પ્રેમ વિશ્વ વિખ્યાત છે. ગુજરાતીઓ સમગ્ર વિશ્વમાં રહે છે પણ ભારત સાથે જોડાયેલા રહે છે. રાષ્ટ્રપતિએ કવિ ઉમાશંકર જોષીની કવિતાની પંક્તિઓનું પઠન કર્યું હતું. 1970થી ગુજરાત સાથે સંબંધ છે, મોરાજી દેસાઈ સાથે કામ કરવાનો મોકો મળ્યો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ કામ કર્યું.ગુલઝારી લાલ નંદાની કર્મભૂમિ પણ ગુજરાત છે.ગુજરાતની એક નવા રાજ્ય તરીકે સ્થાપના કરાઈ તે સમયમાં બળવંત રાય મહેતાએ પચાયત રાજ્યમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.ડો. નીમા બેન આચાર્યની નિમણુંકથી રાજ્યને પહેલાં મહિલા સ્પીકર રાજ્યને મળ્યાં છે.
91 , 1