3 દિવસમાં 3 યુરોપિયન દેશોની મુલાકાત લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મનીની રાજધાની બર્લિન પહોંચી ગયા છે. થોડા સમય પછી, તેઓ 6ઠ્ઠી ભારત-જર્મની ઈન્ટર ગવર્નમેન્ટલ કંસલ્ટેશન (IGC) માટે જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે મુલાકાત કરશે. ત્યારબાદ સાંજે તેઓ બર્લિનમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે.
આ પછી, તેઓ 3 મેના રોજ ઈન્ડો-નોર્ડિક કોન્ફરન્સમાં ભાગ લેશે, ત્યારબાદ ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં ભારતીયોને પણ સંબોધિત કરશે. છેલ્લે PM મોદી પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળશે. આ વર્ષે PMની આ પ્રથમ વિદેશ યાત્રા છે.
Meet the biggest motivator of kids 🙏
— Harsh Sanghavi (@sanghaviharsh) May 2, 2022
Our PM has some different connect with kids! pic.twitter.com/fZf22mglRq
PMO તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં PMની આ મુલાકાત વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારત-જર્મની રાજદ્વારી સંબંધોને 2021માં 70 વર્ષ પૂર્ણ થયા છે અને આપણે વર્ષ 2000થી સ્ટ્રેટેજિક પાર્ટનર પણ છીએ. હું ચાન્સેલર સ્કોલ્ઝ સાથે વ્યૂહાત્મક, પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસની ચર્ચા કરીશ. જર્મન ચાન્સેલર અને હું અમારા ઉદ્યોગ સહયોગ માટે બિઝનેસ રાઉન્ડ ટેબલ મીટિંગને પણ સંબોધિત કરીશું.
77 , 1