October 6, 2022
October 6, 2022

PSI ભરતી મામલો, ગુજરાત હાઇકોર્ટમાં અરજી : GPSC પેટર્ન મુજબ ભરતી કરવા રજૂઆત

8 હજાર ઉમેદવારોને અન્યાય થયાની રજૂઆત

PSI ભરતી રિઝલ્ટ જાહેર થતાં બાદ વિવાદે ચડી છે. PSI ભરતીમાં કેટેગરી અનુસાર ભરતીની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. 100થી વધુ જેટલા ઉમેદવારોએ સાથે મળીને પરિણામને કોર્ટમાં પડકાર્યું છે. GPSC પેટર્ન પ્રમાણે ભરતી કરવા ઉમેદવારોની માંગ છે.

તેમનું કહેવું છે કે ST-SC,OBC,બિનઅનામત વર્ગ ઉમેદવારોની કેટેગરી અનુસાર ભરતીમાં પાસ કરવામાં આવ્યા નથી જેથી આ પદ્ધતિના લીધે 8 હજાર ઉમેદવારને અન્યાય થયો છે. હાલના રિઝલ્ટ પ્રમાણે માત્ર 4300 ઉમેદવારોને પાસ કરવામાં આવ્યા છે.સમગ્ર મામલે હવે ગુજરાત હાઇકોર્ટમાં આગામી દિવસમાં સુનવણી કરવામાં આવશે.

યુવરાજસિંહ જાડેજાએ પણ ઉમેદવારોનો સપોર્ટ કરતાં કહ્યું છે કે પ્રિલીમનરી પરીક્ષાનું રિઝલ્ટ જે ફાઈનલ પરીક્ષા બાદ જે રીતે પરિણામ બહાર પાડવામ આવે છે તેવી રીતે પડાયું છે. આથી આ રિઝલ્ટને અમે ચેલેન્જ કરી છે. આ કરવાનું એક જ કારણ છે ઘણા વિદ્યાથીઓ આ પધ્ધતિના રિઝલ્ટથી અન્યાય થયો છે. GPSC પેટર્ન પ્રમાણે માર્કસનું કાઉન્ટીગ થવું જોઈએ. તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ પહેલા કરી દેવામાં આવે જેથી ગેરલાયક ઉમેદવારો અહીંથી જ આગળની ભરતી પ્રકિયાથી બાકાત રહે..

 73 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved