February 1, 2023
February 1, 2023

પુષ્કર સિંહ ધામી ફરી ઉત્તરાખંડના મુખ્યમંત્રી

વિધાનસભા ચૂંટણીમાં હાર્યા છતાં ભાજપ હાઈકમાન્ડે કમાન સોંપી

ઉત્તરાખંડમાં પુષ્કર સિંહ ધામી ફરી એકવાર મુખ્યમંત્રી બનશે. ભાજપના ધારાસભ્યોની બેઠકમાં તેમને સર્વાનુમતે ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં ભાજપના કેન્દ્રીય નિરીક્ષકો રાજનાથ સિંહ અને મીનાક્ષી લેખી પણ હાજર હતા. આ સાથે રાજ્યમાં 11 દિવસથી ચાલી રહેલ મુખ્યમંત્રી પદના સસ્પેન્સનો અંત આવ્યો છે. નોંધનીય છે કે, વિધાનસભા ચૂંટણીમાં ખટિમા બેઠક પરથી પુષ્કર સિંહ ધામીનો પરાજય થયો હતો. જોકે હવે તેની છ મહિનાની અંદર ફરી ચૂંટણી લડવી પડશે અને જીતવી પડશે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે જ ધામીએ ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ સાથે તેમના નિવાસસ્થાને બેઠક કરી હતી. આ બેઠકમાં રાજ્યની રાજકીય સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. ઉત્તરાખંડની વિધાનસભાની ચૂંટણીમાં 70 માંથી ભાજપનો 47 બેઠકો પર વિજય થયો હતો જ્યારે કોગ્રેસને 19 અને બસપા – અન્ય પક્ષને 2-2 સીટ મળી હતી.

 91 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved