October 6, 2022
October 6, 2022

વસ્ત્રાપુરખાતેની કેન્દ્રીય વિધાયલમાં રેગિંગની ઘટનાથી ખળભળાટ

12ના ત્રણ વિદ્યાર્થીઓએ 9મા ધોરણના વિદ્યાર્થીને જબરદસ્તી યુરિન પીવડાવવા પ્રયત્ન કર્યો

સિનિયર સ્ટુડન્ટ્સ દ્વારા જુનિયર સ્ટુડન્ટ્સની રેગિંગ કરાઈ હોવાના અનેક કિસ્સા સામે આવાતા હોય છે. ત્યારે અમદાવાદમાં સેન્ટ્રલ બોર્ડની એક સ્કૂલ રેગિંગ મામલે વિવાદમાં સપડાઈ છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં વિદ્યાર્થી સાથે રેગિંગ થયાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ધોરણ 9 નો વિદ્યાર્થી રેગિંગનો ભોગ બનતા તેના વાલીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. જે બાદ વસ્ત્રાપુર પોલીસે સમગ્ર ઘટના મામલે તપાસ શરૂ કરી છે.

મળતી માહીત મુજબ, અમદાવાદના વસ્ત્રાપુરની ઇસરો કોલોની ખાતે આવેલી કેન્દ્રીય વિદ્યાલય વિવાદમાં આવી છે. શાળામાં 20 એપ્રિલના રોજ શિક્ષકો ફેરવેલ કાર્યક્રમમાં વ્યસ્ત હતા. તે દરમિયાન ધોરણ 12 ના વિદ્યાર્થીઓ દ્વારા બળજબરીપૂર્વક ધોરણ 9 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને ખેંચીને બાથરૂમમાં લઇ જવાયો હતો. જ્યાં વિદ્યાર્થીને જબરદસ્તી યુરીન પીવડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જો કે, વિદ્યાર્થી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. વિદ્યાર્થીને આ ઘટના અંગે કોઈને જાણ ન કરવા કહ્યું હતું અને સાથે મારવાની પણ ધમકી આપી હતી. જો કે, આ ઘટના બાદ વિદ્યાર્થી ડિપ્રેશનમાં આવી ગયો હતો. જ્યારે વિદ્યાર્થીના વાલીને આ ધટના અંગે જાણ થતા તેમણે શાળામાં રજૂઆત કરી હતી. પરંતુ રેગિંગના આ પ્રયાસથી સ્કૂલ અવગત હોવા છતાં દોષિત વિદ્યાર્થી સામે કોઈ પગલાં ના લેવાતા વિદ્યાર્થીના વાલીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. 20 એપ્રિલે બનેલા આ બનાવ અંગે અરજી થતા વસ્ત્રાપુર પોલીસે સમગ્ર ઘટના મામલે તપાસ શરૂ કરી છે.

 53 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved