February 1, 2023
February 1, 2023

PM મોદીના ગૃહ રાજ્યથી લોકસભા ચૂંટણીનો પ્રચાર કરશે રાહુલ અને પ્રિંયકા

મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં પોતાની cwc બેઠકમાં લોકસભાની ચૂંટણી માટે પોતાની રણનીતિ તૈયાર કરશે અને પ્રચાર અભિયાન કરશે. તેમજ આ બેઠકનું ખાસ મહત્વ એટલા માટે છે કેમ કે તે સામાન્ય ચૂંટણીના કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી તેના બે દિવસ પછી કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની જન્મભૂમીથી સમગ્ર દેશમાં મજબૂત રાજનીતિનો સંદેશ આપવાનો પ્રયાસ કરી રહી છે. સીડબલ્યૂની બેઠક પહેલા અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં એક પ્રાર્થના સભાનુ આયોજન કરવામાં આવશે.

કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ ઉત્તર પ્રદેશ માટે પાર્ટીના મુખ્યસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા તથા યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી 12મી માર્ચેના દાંડી યાત્રાની શરૂઆતના ઐતહાસિક દિવસે અમદાવાદ આવ્યા છે. તે ઉપરાંત કોંગ્રેશ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને અન્ય નેતાઓ હાજર રહેશે.

 136 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved