October 1, 2022
October 1, 2022

ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં વરસાદ બની શકે છે વિલન

ભારતે શ્રેણી જીવંત રાખવા આજની મેચ જીતવી જરૂરી

ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ હારી ગઈ છે. હવે બીજી મેચમાં તે જોરદાર વાપસી કરવાનો પ્રયાસ કરશે. આગામી મેચ ટીમ ઈન્ડિયા માટે ‘કરો યા મરો’ની હશે. જો ભારતીય ટીમ આ મેચ પણ હારી જશે તો સીરિઝ ઓસ્ટ્રેલિયા જીતી જશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ આ મેચ જીતવાનો પ્રયાસ કરશે. ઓસ્ટ્રેલિયા આ મેચ જીતીને સીરિઝમાં અજેય લીડ લેવાનો પ્રયાસ કરશે.

જોકે, બીજી તરફ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન (VCA) ગ્રાઉન્ડ પર રમાનાર બીજી T20 મેચમાં વરસાદનો ખતરો છે. છેલ્લા કેટલાક દિવસોથી નાગપુરમાં સતત વરસાદ પડી રહ્યો છે. વિદર્ભ ક્રિકેટ એસોસિએશન આ પરિસ્થિતિથી નાખુશ છે કારણ કે મેચના દિવસે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ટીમ ઈન્ડિયા – રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ.

ઑસ્ટ્રેલિયા – એરોન ફિન્ચ, જોસ ઇંગ્લિસ, સ્ટીવન સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ વેડ, ટિમ ડેવિડ, કેમેરોન ગ્રીન, એડમ ઝમ્પા, પેટ કમિન્સ, જોસ હેઝલવુડ, નાથન એલિસ.

 25 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved