ભારતની પ્રતિભાએ વધુ એક ઝંડો ઊંચક્યો છે. ભારતીય મૂળનાં અમેરિકન નાગરિક રાજ સુબ્રમણ્યમ મલ્ટીનેશનલ કુરિયર ડિલેવરી કંપની FedExના આગામી CEO હશે.
કંપની FedExના વર્તમાન CEO ફ્રેડરિક ડબ્લ્યુ સ્મિથે રાજીનામું આપ્યા બાદ નવા CEO ના નામની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકન મલ્ટીનેશનલ કુરિયર ડિલિવરી જાયન્ટ દ્વારા સોમવારે કરવામાં આવેલી જાહેરાત અનુસાર ભારતીય અમેરિકન રાજ સુબ્રમણ્યમ FedExના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હશે.
સ્મિથ 1લી જૂને છોડશે પદ
રાજ સુબ્રમણ્યમ કંપનીના આઉટગોઇંગ ચેરમેન અને સીઇઓ ફ્રેડરિક ડબલ્યુ સ્મિથનું સ્થાન લેશે. ફ્રેડરિક 1 જૂને પદ છોડશે.
મને સંતોષ છે કે રાજ સંભાળશે કંપની: સ્મિથ
આઉટગોઇંગ પ્રેસિડેન્ટ અને CEO ફ્રેડરિક સ્મિથે એક નિવેદનમાં કહ્યું કે, “જેમ જેમ આપણે આગળની તરફ જોઈ રહ્યા છીએ, હું આ વાતથી ખૂબ જ સંતુષ્ટ છું કે, રાજ સુબ્રમણ્યમ જેવા એક નેતા FedEx ને ખૂબ જ સફળ ભવિષ્ય તરફ દોરી જશે”
પોતાની આ નવી ભૂમિકામાં, સ્મિથે કહ્યું કે, તે બોર્ડના વહીવટની સાથે સાથે સ્થિરતા, નવીનતા અને સાર્વજનિક નીતિ સહિતના વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તત્પર છે.
મારા માટે સન્માન અને વિશેષાધિકાર: રાજ સુબ્રમણ્યમ
ભાવિ CEO રાજ સુબ્રમણ્યમે કહ્યું કે, “ફ્રેડ એક સ્વપ્નદ્રષ્ટા નેતા અને બિઝનેસ જગતના અનુભવી છે. તેમણે વિશ્વની સૌથી મોટી અને સૌથી વધુ પ્રશંસનીય કંપનીઓમાંની એકની સ્થાપના કરી, અને આ ભૂમિકામાં પગ મૂકવો અને તેના પર નિર્માણ કરવું તે મારા સન્માનની વાત છે.
2020 માં FedEx ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સુબ્રમણ્યમને ચૂંટવામાં આવ્યા હતા. કંપનીએ કહ્યું કે, તેઓ બોર્ડમાં પોતાની સીટ જાળવી રાખશે. સ્મિથે 1971માં FedExની સ્થાપના કરી હતી.
64 , 1