સમાચાર બાદ Paytmના શેરમાં ઉછાળો
Paytmના રોકાણકારો માટે સારા સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ Paytm પેમેન્ટ બેંકને શેડ્યૂલ પેમેન્ટ્સ બેંકનો દરજ્જો આપ્યો છે. રિપોર્ટ અનુસાર, આ નિર્ણય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ, 1934 હેઠળ લેવામાં આવ્યો છે. શેડ્યૂલ પેમેન્ટ્સ બેંકનો દરજ્જો મેળવ્યા પછી, Paytm હવે નવા બિઝનેસ પર ધ્યાન આપી શકે છે. આ સમાચારને કારણે કંપનીના શેરમાં જબરદસ્ત વધારો થયો છે.
રિપોર્ટ અનુસાર, કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, હવે બેંક સરકાર અને અન્ય મોટા કોર્પોરેશનો દ્વારા જારી કરાયેલા રિક્વેસ્ટ ઑફ પ્રપોઝલ્સ (RFP)માં ભાગ લઈ શકશે. આ સિવાય તે પ્રાથમિક હરાજીમાં પણ હાજર રહી શકશે. આરબીઆઈએ સપ્ટેમ્બરમાં જ આ નિર્ણય લીધો હતો અને ત્યારબાદ ઓક્ટોબરમાં તેનું નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું હતું. જોકે, Paytm પેમેન્ટ્સ બેંક દ્વારા આજે તેની જાહેરાત કરવામાં આવી હતી.
91 , 1