September 27, 2022
September 27, 2022

જીએસટીનું રેકોર્ડ બ્રેક 1.42 લાખ કરોડનું કલેકશન

માર્ચ 2022માં જીએસટીની આવકથી સરકારની તિજોરી છલકાઈ….

કોરોનાના નબળો પડતાં જ ભારતમાં આર્થિક પ્રવૃત્તિઓ ફરીથી ધમધમવા લાગી હોય તેવું લાગી રહ્યું છે. માર્ચ માસમાં જીએસટીનું કલેક્શન ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયું છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગત મહિનામાં દેશમાં જીએસટીની કુલ આવક રૂ.1,42,095 કરોડ થઇ છે જે જીએસટીના અમલ પછીની સૌથી વધુ માસિક આવક છે.

આ મામલે નાણા મંત્રાલયે કહ્યું છે કે માર્ચ 2022 માટે GST કલેક્શનનો ડેટા ગયા વર્ષના માર્ચ મહિનાની સરખામણીમાં 15 ટકાનો વધારો દર્શાવે છે. જ્યારે માર્ચ 2020 ની સરખામણીમાં GST કલેકશનમાં 46 ટકાનો ઉછાળો છે. નાણા મંત્રાલયના જણાવ્યાનુસાર માર્ચ 2022માં કુલ GST કલેક્શન નવી ટોચે પહોંચ્યું હતું અને જાન્યુઆરી 2022માં થયેલા રેકોર્ડ બ્રેક કલેકશન 1,40,986 ને પણ પાર થયું છે.

માર્ચ 2022માં ગ્રોસ GST કલેક્શન રૂ. 1,42,095 કરોડ હતું. જેમાં સરકારને CGST દ્વારા રૂ. 25,830 કરોડ, SGST દ્વારા રૂ. 32,378 કરોડ, IGST દ્વારા રૂ. 74,470 કરોડ અને રૂ. 9,417 કરોડ સેસ દ્વારા 981 કરોડની આવકનો સમાવેશ થાય છે.

નાણાકીય વર્ષ 2021-22 ના ચોથા ક્વાર્ટરમાં સરેરાશ માસિક ગ્રોસ GST કલેક્શન રૂ. 1.38 લાખ કરોડ હતું. પ્રથમ ક્વાર્ટરમાં સરેરાશ રૂ. 1.10 લાખ કરોડ, બીજા ક્વાર્ટરમાં રૂ. 1.15 લાખ કરોડ અને ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 1.30 લાખ કરોડ હતી.

 62 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved