November 29, 2022
November 29, 2022

રિલાયન્સ અને સનમીનાએ હાથ મિલાવ્યા

ભારતમાં વિશ્વસ્તરીય મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું લક્ષ્ય

ભારતમાં વિશ્વસ્તરીય મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાના લક્ષ્યથી અમેરિકી શેર બજારમાં લિસ્ટેડ કંપની સનમીના અને રિલાયન્સ સ્ટ્રેટેઝિક બિઝનેસ વેન્ચર્સ લિમિટેડે હાથ મિલાવ્યા છે. આ સંયુક્ત સાહસ ભારતને વિશ્વસ્તરે ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં આગળ વધશે.

સનમીનાનો આધુનિક મેન્યફેક્ચરિંગમાં 40 વર્ષનો બહોળો અનુભવ અને ભારતીય ઈકોસિસ્ટમમાં રિલાયન્સની નિપુણતા તેમજ નેતૃત્વનો ફાયદો આ પાર્ટનરશિપને મળશે. આ હેઠળ, ચેન્નઈની સનમીનાની મેનેજમેન્ટ ટીમ દ્વારા રોજ-બરોજના આ બિઝનેસને ચલાવવામાં આવશે. રિલાયન્સ સ્ટ્રેટેજિક બિઝનેસ વેન્ચર્સ લિમિટેડ ભારતના ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સંચાલિત પેટાકંપની છે. બંને કંપનીઓએ આ વર્ષે માર્ચમાં આ સંયુક્ત સાહસની જાહેરાત કરી છે. ચેન્નઈની સનમીનાની મેનેજમેન્ટ ટીમ બિઝનેસનુ સંચાલન કરશે

આ સંયુક્ત સાહસ વિવિધ ઉદ્યોગો જેવા કે કમ્યુનિકેશન નેટવર્ક (5G, ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હાયપરસ્કેલ ડેટા સેન્ટર), મેડિકલ અને હેલ્થકેર સિસ્ટમ્સ, ઔદ્યોગિક એન્ડ ક્લિન ટેક, અને સંરક્ષણ અને એરોસ્પેસમાં હાઈ-એન્ડ ટેકનોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર હાર્ડવેરને પ્રાથમિકતા આપશે.

સનમીનાના વર્તમાન ગ્રાહક આધારેન બનાવી રાખતા, આ સાહસ સૌથી સારું ‘મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી સેન્ટર ઓફ એક્સેલેન્સ’ બનાવશે. આ ભારતમાં સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને સહાય અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે એક ઈન્ક્યુબેશન સેન્ટરની જેમ કામ કરશે. આટલું જ નહિ, નવી ટેકનોલોજી સાથે સંબંધિત સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપશે.

 40 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved