લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે એક તરફ ભાજપ-કોગ્રેસના નેતા ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તો બીજી તરફ કોગ્રેસના ધારા સભ્યોએ કેસરિયા ધારણ કરી લીધો છે. ત્યારે હવે પાટીદાર અનામત આંદોલનના મહિલા નેતા રેશ્મા પટેલે લોકસભા ચૂંટણી લડવાની સાથે જ ભાજપ પક્ષથી રાજીનામું આપી દીધુ છે. તેમણે પોતાનુ રાજીનામુ જીતુ ભાઈ વાઘાણીને મોકલી દીધુ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા રેશ્મા પટેલ ભાજપમા જોડાયા થયા હતા.
રેશ્મા પટેલુ કહ્યું કે ભાજપ એક તાનાશાહોનો પક્ષ છે. ભાજપના આગેવાન નેતાઓ દ્ધારા કાર્યકર્તાઓથી પક્ષનુ માર્કેટિંગ કરવામા આવે છે. ભાજપના નેતાઓની તાનાશાહી માનસિકતાના કારણે તે ભાજપથી રાજુનામું આપી રહ્યા છે. રેશ્માએ કહ્યું કે તેમણે પોતાનું રાજીનામું ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ ભાઈ વાઘાણીને મોકલી દીધુ છે.
સાથે રેશ્માએ વધુમાં કહ્યું કે તે આગામી લોકસભા ચૂંટણી પોરબંદરથી લડી શકે છે. એટલા માટે તેમણે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. તેમણે ગુજરાત વિધાનસભના માણાવદર બેઠક પર થઈ રહેલા પેટાચૂંટણી પણ ભાજપના સામે લડવાનુ એલાન કરી દીધુ છે. રેશ્મા કહ્યુ કે તે હાર્દિક પટેલનુ સમર્થન કરે છે અને હાર્દિક પટેલ જ્યાંથી પણ લોકસભા ચૂંટણી લડશે તે તેમનો પ્રચાર કરશે.
ઉલ્લેખનીય છે કે અનામત આંદોલન દરમિયાન રેશ્મા પટેલ ભાજપમા જોડાઈ હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી રેશ્મા પટેલ ભાજપના વિરૂધ નિવેદન આપી રહી છે.
111 , 1