February 1, 2023
February 1, 2023

પરિણામ LIVE: નર્મદાના ચિત્રાવાડીમાં પતિનો 10 મતથી પરાજય થતાં પત્ની બેભાન

જાણો કયા ગામમાંથી કયા સરપંચ વિજેતા? માત્ર એક જ ક્લિક પર

ગુજરાતમાં 8686 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી જેની આજે મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ ગઇ ધીમે ધીમે પરિણામ આવવા માંડ્યા છે. બીજી તરફ સવારથી મત ગણતરી કેન્દ્ર પર સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 8 હજાર 686 સરપંચ પદ માટે 27 હજાર 200 ઉમેદવારોનું આજે ભાવિ નક્કી થશે. જ્યારે ગ્રામ પંચાયતના 53 હજાર 507 સભ્ય પદ માટે 1 લાખ 19 હજાર 998 ઉમેદવારોના ભાવિનો પણ ફેંસલો થશે.

દિયોદરના ગાંગોલમાં વજીબેન પટેલની જીત
કરજણના સનાપુરામાં કૌશિક પટેલની જીત
ખેડબ્રહ્માના દેરોલ વાઘેલામાં રાજેન્દ્ર પટેલની જીત
ખેડબ્રહ્માના ગુંદેલમાં ભાવનાબેન ભાંભીની જીત
ખેડબ્રહ્માના કલોલમાં શિલ્પાબેન સોલંકીની જીત

દહેગામના ભાદરોડા નજુપુરામાં સવિતાબેન ઠાકોર
બાવળાના ગુંદાના પરામાં પાર્વતીબેન ડાભીની જીત
સાવલીના રસાવાડીમાં દશરથસિંહ પરમારની જીત
ગઢડાના રાણીયાળામાં હિંમત ડોબરિયાની જીત

ગાંધીનગરના વાંકાનેરડામાં રાહુલ ઠાકોરની જીત
ગાંધીનગરના કાનપુરમાં ગીતાબેન ચૌધરીની જીત
વડોદરાના કુટિયામેડાદમાં નટવરસિંહ ચૌહાણની જીત
રાજકોટના ઢાંઢણીમાં જીણીબેન મેરની જીત

કપડવંજના તાલપોડામાં લક્ષ્મીબેન રાઠોડની જીત
ઠાસરાના ઢૂંડીમાં શાંતાબેન સોલંકીની જીત
નડીયાદના વાલ્લામાં અશ્વિન વાળંદની જીત
ઘોઘંબાના વાડીનાથમાં અરવિંદ રાઠવાની જીત

ગાંધીનગરના છાલા ખાતે આવેલા કાનપુર ગામના સરપચ તરીકે ગીતાબેન રાકેશભાઈનો વિજય થયો છે. 444 મતોથી તેઓએ જીત હાંસલ કરી છે.

નર્મદાના ચિત્રાવાડીના સરપંચ પદના ઉમેદવાર વાસુદેવ વસાવા 10 મતથી પરાજિત થયા છે. પતિ પરાજિત થતાં પત્ની આઘાતમાં સરી પડી હતી અને બેભાન થતાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

રામનગર ગામે બેડી માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા સરપંચ 16 મતે વિજેતા

વલસાડના ઠક્કરવાડામાં સરપંચ પદે હનીબેન પટેલ વિજેતા બન્યાં.

ભાવનગરના ભોજપરા ગામના સરપંચ પદે સોનલબા શક્તિસિંહ ગોહિલ વિજેતા થયાં.

દસ્ક્રોઈ તાલુકાના લીલાપુર ગામના સરપંચ તરીકે ઉષાબેન વિરમજી ઠાકોર વિજેતા.

અમદાવાદના વિરમગામના ઝૂંડ ગ્રામ પંચાયતમાં હિનાબેન પટેલ સરપંચ પદે વિજેતા.

પાટણના હનુમાનપુરામાં મહિલા સરપંચ તરીકે બાલુબેન લીલાજી ઠાકોર 32 વોટથી વિજેતા. જેઓ છેલ્લાં 45 વર્ષથી જીતતા જ આવે છે.

ઝાલોદના ટાંડીમાં સરપંચ પદે પ્રિયંકાબેન પ્રકાશભાઈ ભાભોરનો 49 મતથી વિજેતા.

સરેરાશ 73.75 ટકા જેટલું મતદાન નોંધાયું છે. તો પાંચ સ્થળોએ ગઈ કાલે પુનઃ મતદાન યોજ્યું હતું. 15 સ્થળોએ ઉમેદવારોનાં મોત થતાં તે સ્થળોની ચૂંટણી રદ કરાઈ હતી. ઝોન મુજબ જોઇએ તો સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં 62 ટકા, સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ 60 ટકા, મધ્ય ગુજરાતમાં 58 ટકા, દક્ષિણ ગુજરાતમાં 57 ટકા મતદાન થયું હતું. હવે આજે મત ગણતરી હાથ ધરવામાં આવી છે અને મત ગણતરી બાદ પરિણામ જાહેર થશે. બેલેટ પેપરથી મતદાન થયું હોવાંથી પરિણામો થોડા મોડા આવી શકે છે.

 111 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved