કુદરતી ગેસના ભાવ બમણા કરતાં પણ વધુ થવાથી સરકારી માલિકીની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ની વાર્ષિક કમાણીમાં 3 બિલિયન ડોલર એટલેકે આશરે રૂ. 23,000 કરોડનો વધારો થવાની સંભાવના છે. આ સિવાય ખાનગી ક્ષેત્રની અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પણ વાર્ષિક કમાણીમાં 1.5 બિલિયન ડોલર એટલેકે રૂ. 11,500 કરોડનો વધારો થવાની સંભાવના છે.
સરકારે 1 એપ્રિલથી ઓઇલ અને રેગ્યુલેટેડ ફિલ્ડના ઉત્પાદકોને ચૂકવવામાં આવતી ગેસની કિંમત 2.9 ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટથી વધારીને ઐતિહાસિક 6.10 ડોલર કરી છે. રિલાયન્સના ડીપસી(DeepSea) ફિલ્ડ જેવા મુશ્કેલ ક્ષેત્રો માટે કિંમત 62 ટકા વધીને 9.92 ડોલર પ્રતિ mmBtu કરવામાં આવી છે.
મોર્ગન સ્ટેનલના રિપોર્ટ અનુસાર લગભગ એક દાયકાના ઘટાડા પછી વધતા સ્થાનિક ગેસ ઉત્પાદન સાથે હવે ક્રૂડ બજારની ત્રિ-પક્ષીય ખાધ (ઇન્વેન્ટરી, કેપેક્સ અને વધારાની ક્ષમતા) હવે બદલાઈને સુપર-સાઇકલ સ્ટેજમાં પહોંચી છે જ્યાં નફાકારકતામાં અઢળક તક કંપનીઓ માટે છે.
ONGC માટે ઘરેલું ગેસ ઉત્પાદનમાં ગેસનો હિસ્સો 58 ટકા છે અને ગેસના ભાવમાં દરેક 1 ડોલર mmBtu ફેરફારથી ONGCની કમાણીને 5-8 ટકા અસર થાય છે. અમારા મતે નાણાંકીય વર્ષ 2023માં ઓએનજીસીની કમાણીમાં 3 અબજ ડોલરનો વધારો થવાની સંભાવના સાથે એક દાયકા કરતાં વધુ સમય બાદ ROCE 20 ટકાની ઉપર પહોંચતા જોઇશું.
આ સિવાય ડીપ વોટર, અલ્ટ્રા-ડીપ વોટર અને ઉચ્ચ-દબાણવાળા ઉચ્ચ-તાપમાન વિસ્તારો જેવા મુશ્કેલ ક્ષેત્રો માટેના ગેસના ભાવ પ્રતિ mmBtu 3.8 ડોલર વધીને 9.9 ડોલર થયા છે અને KG-DWN-98/2માં 2024થી ઉત્પાદન થતો ગેસ જાહેર ક્ષેત્રને ફાયદો પહોંચાડશે. આ ક્ષેત્ર ઘરેલું ગેસ ઉત્પાદનમાં લગભગ 14 ટકા યોગદાન આપશે.
રિલાયન્સનું તેના ડીપસી KG-D6 ફિલ્ડમાંથી ગેસનું ઉત્પાદન 18 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પ્રતિ દિવસ સુધી પહોંચી ગયું છે, જે નવા અને હાલના ક્લસ્ટરો સાથે વધીને માર્ચ 2024 સુધીમાં વધીને 27 mmscmd થવાની ધારણા છે. તાજેતરના ભાવવધારાને કારણે નાણાંકીય વર્ષ 2022-23માં 1.5 અબજ ડોલરની કમાણી વધવાની અપેક્ષા છે તેમ મોર્ગન સ્ટેનલીએ કહ્યું છે.
88 , 1