વાનમાં સોનોગ્રાફી મશીન રાખી પરીક્ષણ કરી આપતા
રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર બીટી સવાણી કિડની હોસ્પિટલ પાછળ આવેલી શિવશક્તિ કોલોનીમાં એક રહેણાંક મકાનમાં ચાલી રહેલા ગેરકાયદે ગર્ભપરીક્ષણના કૌભાંડનો પર્દાફાશ થયો છે.પોલીસે અહીં ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરનાર રાજકોટના ડોક્ટર તથા ધોરાજીમાં રહેતો અને નર્સિંગનો અનુભવ ધરાવનાર શખસ તેમજ અહીં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરવા આવેલી સુરેન્દ્રનગરના થાનની મહિલા સહિતનાને ઝડપી લઇ તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પ્રાથમિક તપાસમાં હોમિયોપેથી તબીબી નેપાળથી સોનોગ્રાફી મશીન 3 લાખમાં લાવ્યાનું જાણવા મળ્યું હતું. તે તથા અન્ય આરોપી મળીને છેલ્લા ત્રણ-ચાર માસથી આ કારસ્તાન આચરતા હતા ગર્ભ પરીક્ષણ કરવા આવનાર પાસેથી ૧૦ થી ૨૦ હજાર ચાર્જ લેતા હતા તેમજ આરોપીઓને પોતાનું કોઈ ક્લીનિક ન હતું પરંતુ રીક્ષા અથવા વાનમાં સોનોગ્રાફી મશીન લઇ જેમને ગર્ભ પરીક્ષણ કરવું હોય તેમની સગવડતા મુજબ તે કહે ત્યાં જઈ ગર્ભ પરીક્ષણ કરી આપતા હતા. ગર્ભ પરીક્ષણના આ રેકેટમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ? સહિતની બાબતો અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
68 , 1