Statue Of Unityના મુલાકાતના ફોટોઝ સોશ્યલ મીડિયામાં વાયરલ
સાઉથના બે સુપરસ્ટાર ફિલ્મ આરઆરઆર રીલીઝ પહેલા ગુજરાતની મુલાકાતે આવ્યા છે. RRRનાં કલાકારો રામ ચરણ અને જૂનીયર NTR અને સાથે ફિલ્મના નિર્દેશક એસએસ રાજામૌલી સ્ટેચ્યૂ ઓફ યૂનીટીની મુલાકાતે છે. તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

આ ફિલ્મ તેની કાસ્ટને લઇને ખુબ ચર્ચામાં રહી છે. તેમાં જુનિયર NTR, રામ ચરણ તેજા, આલિયા ભટ્ટ, શ્રીયા સરણ અને અજય દેવગન જેવા દિગ્ગજ કલાકાર છે.
નોંધનીય છે કે, એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 25 માર્ચ 2022નાં રોજ રિલીઝ થવા જઈ રહી છે. રિલીઝ પહેલા જ દર્શકોમાં આ ફિલ્મને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે. આ ફિલ્મ તમિલ, તેલુગૂ, હિંદી, મલયાલમ અને બીજી ભારતીય ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે.
108 , 1