પોતાના જ ઉપકરણોને તોડી રહ્યા છે પુટીનના સૈનિકો
રશિયા અને યુક્રેન વચ્ચે આજે 36માં દિવસે પણ જંગ યથાવત છે અને બન્નેમાંથી એકેય દેશ ઝુકવા તૈયાર નથી ત્યારે એવા ખબર આવ્યા છે કે રશિયાએ મેરિયુપોલમાં યુદ્ધ વિરામની જાહેરાત કરી છે તો બીજી બાજુ પુટીનના સૈનિકો ચર્નોબીલ પણ છોડી રહ્યા છે અને રશિયન સૈનિકો ખુદ પોતાના ઉપકરણો તોડી રહ્યા હોવાની ખબરો બહાર આવી છે.
આ અંગેની વિગત મુજબ યુક્રેની રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ આજે કહ્યું હતું કે, તેની સેના દેશના પુર્વમાં રશિયન સૈનિકોને જડબાતોડ જવાબ આપવાની તૈયારી કરી રહી છે. દરમિયાન આજે ફરી એકવાર શાંતિ વાર્તા કરવામાં આવશે.
અમેરિકાના અધિકારીઓએ દાવો કર્યો છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટીનને યુક્રેનમાં રશિયાની સેનાના ખરાબ પ્રદર્શન વિશે તેમના સલાહકારો ખોટી માહિતી આપી રહ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે આના કારણે પુતિન અને વરિષ્ઠ રશિયન સૈન્ય અધિકારીઓ વચ્ચે તણાવ વધી ગયો છે.
વ્હાઇટ હાઉસના અધિકારીએ કહ્યું કે પુટીનને એ વાતની પણ જાણ નથી કે અમેરિકા અને તેના સહયોગી દેશો દ્વારા લગાવવામાં આવેલા આર્થિક પ્રતિબંધોથી રશિયન અર્થવ્યવસ્થા પર કેટલું નુકસાન થઈ રહ્યું છે?
રશિયન પ્રશાસને યુક્રેનના મારિયુપોલમાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે. આ સિવાય રશિયાના સૈનિકો ચેર્નોબિલમાંથી પણ પરત ફરી રહ્યા છે.
105 , 1