પંજાબમાં આપ અને ઉત્તરાખંડમાં કોંગ્રેસની સરકાર બનવાના અણસાર
ઉત્તર પ્રદેશમાં આજે સાતમા અંતિમ તબક્કાનું મતદાન પુરૂ થતાં જ યુપી સહિત 5 રાજ્યોના એક્ઝિટ પોલ આવવાની શરૂઆત થઈ ગઈ છે. અત્યાર સુધી 7 એક્ઝિટ પોલ સામે આવ્યા છે. જેમાં સૌથી મોટો ફેરફાર પંજાબ અને ઉત્તરાખંડમાં સત્તા પલ્ટો થઈ શકે છે એટલે કે પંજાબમાં આપ અને ઉત્તરાખંડમાં કોંગ્રેસની સરકાર બનવાની શક્યતા છે. નોંધનીય છે કે, 10મીએ યુપી સહિત પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો આવશે.

ઝી ન્યૂઝ ડિઝાઈન બોક્સના પોલ પ્રમાણે મણિપુરમાં ભાજપની સરકાર યથાવત રહેવાની શક્યતા છે. ગોવાના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનતી દેખાય છે પરંતુ તે બહુમતીથી દૂર છે. સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની વાત કરીએ તો અહીં સેપિઅંસ રિસર્ચના એક્ઝિટ પોલમાં ઉત્તર પ્રદેશની સરકાર બનતી દેખાય છે.

અત્યાર સુધીમાં 4 એક્ઝિટ પોલ સામે આવી શકે છે. તે પ્રમાણે પંજાબ અને ઉત્તરાખંડમાં સત્તા બદલાઈ શકે છે. પંજાબમાં આપ અને ઉત્તરાખંડમાં કોંગ્રેસની સરકાર બનવાની શક્યતા છે. એક અન્ય પોલમાં મણિપુરમાં ભાજપની સરકાર યથાવત રહેવાની શક્યતા છે. ગોવાના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનતી દેખાય છે પરંતુ તે બહુમતીના આંકડાથી દૂર છે.



162 , 1