November 30, 2022
November 30, 2022

લોકપ્રિય મહિલા સ્ટારની યાદીમાં સામંથા પ્રભુ ટોચના સ્થાને…

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓને પાછળ છોડી, ટોપ 5માંથી ત્રણ તો સાઉથની જ હિરોઈન

સાઉથની અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીને પાછળ છોડી દીધી છે. ઓરમેક્સ મીડિયાએ ઓક્ટોબર 2022 માટે મોસ્ટ પોપ્યુલર ફીમેલ સ્ટારની યાદી બહાર પાડી છે. જેમાં સામંથા રૂથ પ્રભુનું નામ ટોચ પર રહી છે. જ્યારે આલિયા ભટ્ટ બીજા નંબર પર છે.

રશ્મિકા મંદાના કરતા ફિલ્મના આઇટમ ‘ઓ એન્ટાવા’ની સામંથા રૂથ પ્રભુ વધુ ચર્ચામાં રહી હતી. સામંથાએ દીપિકા, કેટરીના, આલિયા, કરીના જેવી સ્ટાર એક્ટ્રેસને પાછળ છોડી પોતે પહેલું સ્થાન હાંસલ કરી દીધું છે. ઓરમેક્સ મીડિયાએ Twitter પર ઓક્ટોબર 2022 માટે સૌથી વધુ લોકપ્રિય મહિલા સ્ટારની યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં પહેલા નંબર પર સામંથા રૂથ પ્રભુ છે, જ્યારે આલિયા ભટ્ટ બીજા નંબર પર છે. ત્રીજા સ્થાને નયનતારા, ચોથા સ્થાને કાજલ અગ્રવાલ છે. દીપિકા પાદુકોણ પછી આ યાદીમાં છઠ્ઠા સ્થાને રશ્મિકા મંદાના અને સાતમા સ્થાને કેટરિના કૈફ છે. આ યાદીમાં અનુષ્કા શેટ્ટીએ 8મું સ્થાન મેળવ્યું છે જ્યારે કીર્તિ સુરેશને 9મું સ્થાન મળ્યું છે. ત્રિશા આ યાદીમાં 10મા સ્થાને છે.

ઓરમેક્સ મીડિયાની આ યાદીમાં એવી અભિનેત્રીઓના નામ સામેલ છે જેમને દર્શકોએ પસંદ કરી છે. પ્રખ્યાત અભિનેત્રીઓની આ યાદીમાં દક્ષિણ સિનેમાની અભિનેત્રીએ જીત મેળવી છે. આ યાદીમાં માત્ર 3 બોલિવૂડ સુંદરીઓએ પોતાનું સ્થાન બનાવ્યું છે. આ લિસ્ટમાં સાઉથથી લઈને બોલિવૂડની અભિનેત્રીઓના નામ સામેલ છે જે એકબીજાને ટક્કર આપી રહી છે. ટોપ 5માંથી ત્રણ તો સાઉથની જ હિરોઈન છે. જેઓએ બોલિવૂડની હિરોઇન્સને પાછળ છોડી છે.

 15 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved