November 29, 2022
November 29, 2022

કાયદાકીય દાવપેચમાં ફસાઈ સામંથાની ‘યશોદા’: માનહાનિનો આરોપ લાગતા OTT રિલીઝ પર રોક

હોસ્પિટલના નામનો ઉપયોગ કરવા પર માનહાનિનો આરોપ

સાઉથ અભિનેત્રી સામંથી રુથ પ્રભુની ફિલ્મ ‘યશોદા’ મુશ્કેલીમાં મુકાઇ છે. તાજેતરમાં જ થિયેટરોમાં દસ્તક દેનારી ‘યશોદા’ ને દર્શકો તરફથી પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. હવે ફિલ્મ મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. ફિલ્મ પર એક હોસ્પિટલના નામનો ઉપયોગ કરવાના કારણે માનહાનિનો આરોપ લાગ્યો છે. જે બાદ હવે ઓટીટી રિલીઝ પર હાલ માટે રોક લગાવી દેવાઈ છે.

હૈદરાબાદના એક ડોક્ટરે યશોદામાં પોતાના હોસ્પિટલના નામનો ઉપયોગ કરવા પર માનહાનિનો આરોપ લગાવ્યો છે. ઈવા આઈવીએફ હોસ્પિટલના માલિક ડો. મોહન કુમારે આરોપ લગાવ્યો છે કે ફિલ્મમાં હોસ્પિટલના નામનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે યશોદા ફિલ્મના નિર્દેશકો અને નિર્માતાઓ પર કથિતરીતે હોસ્પિટલની પ્રતિષ્ઠાને ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે.

માનહાનિના આ મામલાની સુનાવણી સિવિલ કોર્ટ કરશે. ફિલ્મ 11 નવેમ્બરે રિલીઝ થઈ હતી અને આનુ ઓટીટી પ્રીમિયર 19 ડિસેમ્બરે નક્કી કરવામાં આવ્યુ હતુ પરંતુ હવે આની પર રોક લગાવી દેવાઈ છે. રિપોર્ટ અનુસાર કોર્ટે કેસને લઈને મેકર્સ પાસે જવાબ માગ્યો છે. સાથે જ મેકર્સ અને અભિનેત્રી વિરુદ્ધ નોટિસ જારી થઈ છે.

ઉલ્લેખનીય છે કે યશોદામાં સામંથા રુથ પ્રભુએ મુખ્ય ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મમાં તે સરોગેટ માતાનું પાત્ર ભજવી રહી છે. સામંથા ઈવા હોસ્પિટલમાં પહોંચે છે જ્યાં અન્ય મહિલાઓ હોય છે જે સરોગેટ બની રહી છે. ફિલ્મની કહાની આગળ જઈને ગેરકાયદેસર કૂખ ભાડે આપનારા રેકેટની આસપાસ ફરે છે. યશોદાનું નિર્દેશન હરીશ નારાયણ અને કે.હરિ શંકરે કર્યુ છે.

 38 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved