કાશ્મીર છોડવાની ધમકી ભર્યા પોસ્ટર લાગ્યા
જમ્મુ કાશ્મીરના કાકરાનમાં આતંકવાદીઓએ બુધવારે સાંજે એક વ્યક્તિને ગોળી મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેનું રાત્રે સારવાર દરમિયાન મૃત્યુ થઇ ગયું. વ્યક્તિની ઓળખ સતીશસિંહ રાજપૂત તરીકે થઇ છે, જે કાકરાન કુલગામના રહેવાસી છે.
એક અધિકારીના અનુસાર, શંકાસ્પદ આતંકવાદીએ કાકરાનમાં એક અલ્પસંખ્યક વ્યક્તિને ગોળી મારી દીધી, જેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થઇ ગયું. તેમણે કહ્યું કે, હુમલાખોરોને પકડવા માટે વિસ્તારની ઘરેબંધી કરી દેવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ડ્રાઇવર સતીશ સિંહની હત્યાની જવાબદારી કાશ્મીર ફ્રીડમ ફાઇટર્સ નામના એક આતંકવાદી સંગઠને લીધી છે.
બુધવારે કુલગામ જિલ્લામાં એવા પોસ્ટર લાગેલા જોવા મળ્યા હતા, જેમાં અજ્ઞાત આતંકવાદી સંગઠને ગેર સ્થાનિક લોકોને ખીણ છોડવાની ધમકી આપી છે. આ ચેતવણી કાશ્મીરી પંડતોને આપવામાં આવી છે કે તેઓ ખીણ છોડીને ચાલ્યા જાય.
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ સતીશ સિંહના મોત પર દુઃખ વ્યક્ત કરતા હુમલાની નિંદા કરી. તેમણે કહ્યું કે, આ પ્રકારે હુમલાને ક્યારેય યોગ્ય ન ગણાવી શકાય.
109 , 1