October 1, 2022
October 1, 2022

સેન્સેક્સ 500 અંક તૂટ્યો, નિફ્ટી 17500ની નીચે

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર ઘટાડાની સાથે ખૂલ્યા છે. નિફ્ટી 17,600 ની નીચે છે અને સેન્સેક્સ 58,826 પર છે. સેન્સેક્સે 293 અંકો સુધી લપસ્યો છે, જ્યારે નિફ્ટીએ 79 અંક સુધી ઘટ્યો છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.40 ટકા સુધી ઘટીને કારોબાર કરી રહ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.39 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.13 ટકા લપસીને કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 537.07 અંક એટલે કે 0.91% ના ઘટાડાની સાથે 58,582.65 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 155.65 અંક એટલે કે 0.88% ટકા ઘટીને 17,474.15ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.15-0.98% ઘટાડાની સાથે જોવાને મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી 0.89 ટકા ઘટાડાની સાથે 40,271.00 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એફએમસીજી, મેટલ, ફાર્મા અને હેલ્થકેરના શેરોમાં મજબૂતી દેખાય રહી છે.

દિગ્ગજ શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, એચડીએફસી, ટેક મહિન્દ્રા, એચડીએફસી બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, ટાટા મોટર્સ અને એમએન્ડએમ 1.12-2.15 ટકા સુધી ઘટ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં સિપ્લા, અપોલો હોસ્પિટલ, ટાટા સ્ટીલ, ડિવિઝ લેબ, એચયુએલ અને સન ફાર્મા 0.72-2.77 ટકા સુધી વધ્યા છે.

મિડકેપ શેરોમાં એમએન્ડએમ ફાઈનાન્શિયલ, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, પીએન્ડીજી, સીજી કંઝ્યુમર અને શ્રીરામ ટ્રાન્સફર 1.58-7.42 ટકા સુધી ઘટાડો છે. જ્યારે અપોલો હોસ્પિટલ, ડાલમિયા ભારત, આલ્કેમ લેબ, કંસાઈ નેરોલેક અને ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ 0.69-0.98 ટકા વધારો છે.

સ્મૉલકેપ શેરોમાં ટાટા સ્ટીલ લોંગ, ટિનપ્લેટ, કામધેનુ, કિર્તિ ઈન્ડસ્ટ્રીઝ અને વિનયલ કેમિકલ્સ 3.44-7 ટકા સુધી તૂટ્યા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં રૂબિ મિલ્સ, ડિશ ટીવી, મનકસિયા, વિજ્યા ડાયોગનોસ્ટ અને આઈઓએલ કેમિકલ્સ 4.69-8.95 ટકા સુધી ઉછળા છે.

 21 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved