શેરબજારમાં તેજીની નવી રોનક શરુ, નિફ્ટી 18,000ની નજીક
ભારતીય શેરબજારે આજે પ્રારંભિક કારોબારમાં તેજી સાથે સેન્સેક્સએ 60000નું સ્તર પર કર્યું છે. કોરોનાકાળ , જીઓ પોલિટિકલ વોર અને ક્રૂડના ભાવમાં ઉછાળા બાદ શેરબજાર જબરદસ્ત પટકાયું હતું જે નવા નાણાંકીય વર્ષ દરમ્યાન ફરીએકવાર રિકવરી બતાવી રહ્યું છે.
આજના પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 60 હજારને પાર પહોંચ્યો છે. આજે સેન્સેક્સ શુક્રવારના 59,276.69 ના બંધ સ્તર સામે 59,764.13 ઉપર ખુલ્યો હતો જે ઉપલા સ્તરે 60,386સુધી ઉછળ્યો હતો. બજારની તેજીની ચાલમાં નિફટી પણ પાછળ રહ્યો ન હતો. શુક્રવારે નિફટી 205.70 (1.18%) વધીને 17,670.45 પર બંધ રહ્યો હતો. આજે કારોબારની શરૂઆત 17,809.10 ની સપાટીએ થઇ હતી. ઇન્ડેક્સ 17,963 ના ઉપલા અને 17,791.40 ના નીચલા સ્તરે જોવા મળ્યો હતો.
72 , 1