February 1, 2023
February 1, 2023

શેરબજારમાં તેજીની છલાંગ, સેન્સેકસ 700 પોઇન્ટ ઉંચકાયો

નિફ્ટી 17600 ઉપર, બેન્ક નિફ્ટીએ 37,000ની સપાટી વટાવી

મુંબઇ શેરબજારમાં આજે તેજીનો દૌર આગળ ધપ્યો હોય તેમ હેવીવેઇટ શેરોમાં ધુમ લેવાલીથી સેન્સેકસમાં 700 પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સના 30માંથી 23 શેરોમાં ઉછાળો જોવા મળ્યો. નિફ્ટીના 50માંથી 35 શેરોમાં ખરીદી જોવા મળી. અંતમાં 223 પોઇન્ટના વધારા સાથે 17,600ને પાર બંધ થયું. તો નિફ્ટી બેંક 37,000ને સપાટી પાર કરી..

આજના કારોબારમાં તેલ અને ગેસ શેરો સિવાય એવિએશન શેરોમાં સારી તેજી જોવા મળી રહી છે. ઓએનજીસી, આરઆઈએલ, ગેઈલ, ઓઈલ ઈન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઈસ જેટમાં ઈન્ટ્રાડે દરમિયાન ઉછાળો જોવા મળ્યો છે.

નવા નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ દિવસે, ભારતીય શેરબજાર સામાન્ય ઘટાડા સાથે વેપાર ખુલ્યા હતો. સેન્સેક્સ 37 પોઈન્ટ ઘટીને 58830 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 27 પોઈન્ટ વધીને 17436 પોઈન્ટ પર ટ્રેડિંગ શરૂ કર્યો હતો. ત્યારબાદ 200 પોઇન્ટના ઉછાળા સાથે બજારમાં પાછી રોનક આવી ગઇ હતી.

અદાણી વિલ્મરના શેરમાં આજે પણ તેજી ચાલુ રહી હતી. અદાણી ગ્રૂપનો આ શેર સતત 6 ટ્રેડિંગ સત્રોથી વધતો જ રહ્યો છે અને NSE પર ₹542.70ની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો છે. અદાણી વિલ્મરનો શેર શેર દીઠ આશરે રૂ. 9ના અપસાઇડ ગેપ સાથે ખુલ્યો અને તેણે આજે તેની નવી લાઇફ ટાઇમ હાઇ સેટ કરી. 

 61 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved