આરોપી નોકરને ઝડપી પાડવા પોલીસે ચક્રો કર્યા ગતિમાન
અમદાવાદ માણેકચોકમાં સોના ચાંદીના બુલિયનનો વેપાર કરનાર વેપારીએ મોટી રકમ લાવવાનું કામ નોકરને સોંપતા નોકર પૈસા લઈને ફરાર થઇ જતા રોવાનો વારો આવ્યો છે. વેપારીએ એક્ટિવા લઈને અન્ય વેપારી મિત્રના ત્યાં આ નોકરને મોકલ્યો હતો. અનેક સમય સુધી પરત ન આવતા આખરે પોલીસને જાણ કરાઈ હતી. જે મામલે 21 લાખ લઈ ફરાર થઈ જનાર સામે ખાડીયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સાબરમતીમાં રહેતા ઉત્સવ જૈન પરિવાર સાથે રહે છે. માણેકચોકમાં ગુસા પારેખની પોળમાં તેઓ ચિતામણી નામથી સોના ચાંદીના બુલિયનની ઓફિસ ધરાવી વેપાર કરે છે. તેમનો નાનો ભાઈ પક્ષાલ જૈન રોકડ અને સોના ચાંદીનો માલ લાવવા લઈ જવાનું કામ કરે છે. સાડા ત્રણેક મહિનાથી દિપક સેન નામનાં વ્યક્તિને નોકર તરીકે રાખ્યો હતો જે નાનું મોટું કામ કરતો હતો.
દસેક દિવસ પહેલા આ દિપક સેનને ઉત્સવ ભાઈએ તેમના મિત્ર પ્રિયમ મહેતાને ત્યાં રૂપિયા લેવા મોકલ્યો હતો. પ્રિયમ મહેતા મોચીની ખડકી ખાતે બુલિયનનો બિઝનેસ કરતો હોવાથી ત્યાં તેઓએ રૂપિયા રાખ્યા હતા. ઉત્સવ ભાઈનો નાનો ભાઈ હાજર ન હોવાથી તેઓએ એક્ટિવા લઈ નોકર દિપક સેન ને મોકલ્યો હતો. એક્ટિવા લઈને દિપક સેન 21.37 લાખ લેવા ગયો પણ વીસેક મિનિટ સુધી પરત ન આવતા તેના ફોન પર ઉત્સવ ભાઈએ ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો.
ઉત્સવભાઈ ચિંતામાં આવી ગયા અને તેમણે તેમના મિત્રને ફોન કરતા કહ્યું કે તેમનો નોકર આવીને પૈસા લઈને ક્યારનો નિકળી ગયો છે. ઉત્સવભાઈને થયું કે નોકર દિપક પૈસા લઈ ફરાર થઇ ગયો હશે જેથી તેઓએ ખાડીયા પોલીસને અરજી આપી હતી અને તેની શોધખોળ હાથ ધરી પણ નોકર દિપક ન મળી આવતા હવે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
94 , 1