યુપી પોલીસે તેના ટ્વિટર હેન્ડલ પર શેર કરી આ તસ્વીર
ગુજરાત સહિત દેશભરમાં વાહનચાલકોને ટ્રાફિકના નિયમો અંગે લોકોને જાગૃત કરવા માટે પોલીસ સતત અભિયાન ચલાવી રહી છે નિયમો તોડવા બદલ કાર્યવાહી પણ કરાઈ છે તેમ છતાં પણ અમુક લોકો ટ્રાફિકના નિયમોની અવગણના કરે છે. ઉત્તરપ્રદેશના ઈટા જિલ્લામાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, ચોંકાવનારુ એ છે કે, પોલીસકર્મીએ ઉલ્લંઘન કરનારાઓ સામે હાથ જોડી દીધા હતા. આ તસવીર યુપી પોલીસે તેના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે.
સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ શનિવારે શહેરના માયા પેલેસ ચોકમાં પોલીસ ચેકિંગ કરી રહી હતી આ દરમિયાન પોલીસકર્મીએ એક બાઈક પર સાત લોકોને સવાર જોયા. આ જોઈને પોલીસકર્મી આશ્ચર્યચકિત થઈ ગયો. પોલીસકર્મી દ્વારા પૂછવામાં આવતાં બાઇક ચાલકે જણાવ્યું કે તે હોસ્પિટલ ગયો હતો. હવે પોતાના પરિવાર સાથે ઘરે પરત ફરી રહ્યો છે.
પોલીસકર્મીએ ચલણ કાપતા પહેલા તેને હાથ જોડીને ટ્રાફિક નિયમો વિશે સમજાવ્યું અને કહ્યું કે બાઇક પર નહિ તો પરિવાર પર દયા કરો યમરાજથી તો ડરો. આ પછી નિયમો અંતર્ગત યુવકની બાઇકનું ચલણ કાપવામાં આવ્યું. બાઇક સવારને કાયદાનો પાઠ ભણાવતા હાથ જોડીને પોલીસકર્મીની તસવીર ચર્ચાઇ રહી છે.
108 , 1