ગુજરાતમાં પણ જોવા મળશે વાઘા-અટારી બોર્ડર જેવો નજારો
બનાસકાંઠાના નડાબેટ ખાતે બીએસએફના પ્રથમ અત્યાધુનિક પ્રોજેક્ટ ‘સીમાદર્શન પ્રોજેક્ટ’નું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
રાજ્યમાં હવેથી ભારત-પાક બોર્ડર બનાસકાંઠાના નડાબેટ ખાતે પણ વાઘા-અટારી બોર્ડર જેવો નજારો જોવા મળશે. ગુજરાતના લોકોએ હવે વાઘા-અટારી બોર્ડર પર જવાની જરૂર નહીં પડે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નડાબેટ પહોંચી નડેશ્વરી માતાના પણ દર્શન કર્યા. ત્યાર બાદ અમિત શાહ બીએસએફના જવાનોનો બીટિંગ રિટ્રીટ સમારોહને પણ નિહાળશે.
નોંધનીય છે કે, નડાબેટ ખાતે નડેશ્વરી માતાજીના દર્શનાર્થે ભક્તો અને સહેલાણીઓ આવે છે અને ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા જીરો પોઇન્ટની મુલાકાત લે છે..આથી નડાબેટ ટુરિઝમ તરીકે વિકસાવવામાં આવ્યો છે. ભારત-પાકિસ્તાન બોર્ડરની નજીક આ વિશાળ પોઈન્ટ ઉભો કરવા માટે BSF અને રાજ્યના R&B વિભાગે પણ ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની મદદ કરી છે.
107 , 1