September 27, 2022
September 27, 2022

અમદાવાદમાં એક સાથે 8 ખેલાડી કોરોના પોઝિટિવ

અમદાવાદ વનડે પહેલા ટીમ ઈન્ડીયાને મોટો ઝટકો…

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો છે. ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ અને અન્ય કેટલાક ખેલાડીઓના નામ સામેલ છે. મળતી માહિતી અનુસાર ટીમ ઇન્ડિયામાં જે કોરોનાના કેસ સામે આવ્યા છે તેમાં ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ બંનેનો સમાવેશ થાય છે.

ભારતીય ક્રિકેટ ટીમ સાથે ત્રણ એક દિવસીય મેચ અને ત્રણ T-20 સીરીઝ માટે પ્રવાસી વેસ્ટ ઇન્ડીઝ ટીમ આજે સાંજે અમદાવાદ આવી પહોચી છે. અમદાવાદમાં વન ડે સીરીઝ અને કોલકાતામાં T20 સિરીઝમાં રમાશે. 3 વન ડે અને 3 ટી-20 સીરીઝ રમવા પહોચેલી વેસ્ટ ઇન્ડીઝ ટીમના તમામ ખેલાડીઓને ત્રણ દિવસના ક્વોરન્ટીન રહેવુ પડશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં  એક નવો ઈતિહાસ રચાશે. આ મેચ સાથે જ ભારતીય ક્રિકેટ ટીમ 1000મી વન ડે રમનારી વર્લ્ડની પહેલી ટીમ બનશે.

ભારતીય ટીમનાં 8 ખેલાડીઓ એક સાથે કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી ગઇ હતી. ભારતીય ટીમના અમદાવાદ પહોંચેલા અને ક્વોરન્ટાઇન રહેલા ખેલાડીઓ પૈકી એક સાથે 8 ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. 

ભારતીય ટીમના શ્રેયસ ઐયર, ઋતુરાજ ગાયકવાડ, શિખર ધવન સહિત કુલ 8 ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. 6 ફેબ્રુઆરીએ મેચ રમાય તે પહેલા જ કાલે પ્રેક્ટિસ કરવા માટે જઇ શકે તે માટે આજે રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં એક સાથે 8 ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવતા હવે મેચ પર તલવાર તોળાઇ રહી છે.

 100 ,  2 

Gujarat Vandan © 2021, All Rights Reserved