દીપિકા ચિખલિયાએ ‘આદિપુરુષ’ અંગે પ્રતિક્રિયા આપી
રામાનંદ સાગરની લોકપ્રિય સિરિયલ ‘રામાયણ’માં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયા તથા સિરિયલમાં લક્ષ્મણ બનનાર સુનીલ લહરીએ ‘આદિપુરુષ’ અંગે પ્રતિક્રિયા આપી હતી. સુનીલે કહ્યું હતું કે ફિલ્મમાં પ્રભાસ ને સની સિંહને બદલે અજય દેવગન તથા હૃતિક રોશન રામ-લક્ષ્મણ તરીકે સારા લાગત. દીપિકાએ રાવણના પાત્ર અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે.

દીપિકાએ કહ્યું હતું કે જો પાત્ર શ્રીલંકાનું છે તો તેને મુઘલની જેમ બતાવવું જોઈએ નહીં. ટીઝર માત્ર 30 સેકન્ડનું છે અને તે વધુ કંઈ સમજી શકી નથી. તે આ વાત સાથે સહમત છે કે ફિલ્મમાં VFX હોવા જોઈએ, પરંતુ લોકોની ભાવનાને ઠેસ ના પહોંચે તે વાતનું ધ્યાન રાખવું જોઈએ.

દીપિકાએ એમ પણ કહ્યું હતું કે ‘રામાયણ’માં અરવિંદ ત્રિવેદીએ રાવણનું પાત્ર ભજવ્યું હતું અને તેમની સાથે કોઈની તુલના થઈ શકે નહીં.
46 , 2