:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત માં મચ્યો ખળભળાટ : કાયમી ભરતી- વર્ગ-3ના 6 કોચની બદલી સાથે અન્ય એક કોચ સસ્પેન્ડ..

top-news
  • 21 Feb, 2024

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં વારંવાર થતી ગેરરીતિથી મચ્યો ખળભળાટ ,SAGમાં લાંબા સમયથી કાયમી ભરતીના અને કોન્ટ્રાક્ટ ઉપર સેવા આપી રહેલા વિવિધ રમતોના કોચ તેમજ ટ્રેનર્સ સામે આર્થિક, વહીવટી, નૈતિક ગેરવર્તણૂંક સંદર્ભે ફરિયાદો અનેકવાર સામે આવતી હતી. જોકે હવે SAG ડાયરેક્ટર જનરલે એક સાથે કાયમી ભરતીના (વર્ગ-3)ના છ જેટલા કોચની બદલીના આદેશો કર્યા છે. આ સાથે અન્ય એક કોચને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

રાજ્યમાં ગ્રાઉન્ડ ઉપર રમતવીરો તૈયાર કરવા ટ્રેનિંગ આપવાને બદલે ગાંધીનગરની SAG હેડ ઓફિસોમાં બેસીને માત્ર વહીવટી કામો જ કરતા ડિસ્ટ્રિક્ટ કોચ કેડરના અનેક અધિકારીઓ સામે કાર્યવાહી થઈ છે. આ લોકો સામેની ફરિયાદો રમત ગમત વિભાગના મંત્રી હર્ષ સંઘવી સમક્ષ પહોંચતા તપાસના આદેશો થયા હતા. આ તરફ તપાસમાં પુરાવા પ્રાપ્ત થતા મંગળવારની સવારે SAGના ડાયરેક્ટર જનરલ આર. એસ. નિનામાને કાયમી ભરતીના છ કોચની તત્કાળ અસરે બદલી કરી અને એક કોચને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. 

બીજી તરફ કોન્ટ્રાક્ટ પર કાર્યરત 13 જેટલા કોચ અને 15 ટેનર્સને પણ તત્કાળ અસરથી છુટા કરવાનો  નિયામકે આદેશ કર્યો છે. એક ચર્ચા એવી પણ છે કે, SAGએ વર્ષો અગાઉ કાયમી ભરતી હેઠળ 160થી વધારે કોચને નવા રમતવીરો તૈયાર કરવા કામગીરી સોંપી હતી. જોકે મોટાભાગના કોચ ગ્રાઉન્ડ ઉપર રમતવીરોને તાલીમ આપવાની જગ્યાએ ઓફિસમાં બેસીને જ આર્થિક અને વહીવટી કામ સંભાળતા હતા. જ્યારે 18થી વધુ ડિસ્ટ્રિક્ટ કોચે પોતાના મિત્રો, સગા સબંધીઓને કોન્ટ્રાક્ટ ઉપર ભરતી કરી ઊંચા પગારે SAGમાં ગોઠવ્યા હતા. તેમની સામે પણ કાર્યવાહી થઈ છે.

આ સિવાય અન્ય જિલ્લામાં નિમણૂંક છતાંય ગાંધીનગરમાં SAG હેડ ઓફિસમાં આઠ-નવ વર્ષથી સોંપાતું કામ,આઉટસોર્શિંગની તમામ સેવાઓમાં પોતાના જ માણસોની ગોઠવીને કમિશન લેવાનું કૌભાંડ ,સ્પોટર્સ હોસ્ટલમાં કેફી પીણા, દારૂની પાર્ટીઓની ફરિયાદો તેમજ વારંવાર થતા છેડતીના આક્ષેપો,જિલ્લા સ્પોર્ટ્સ સંકૂલને અપતી ગ્રાન્ટમાં કટકી, કાર્યક્રમોના આયોજનોના ઊંચા ખર્ચા, રમત ગમતના સાધનો, કેટરિંગ, મેનપાવર માટે એજન્સી કે કોન્ટ્રાક્ટર પસંદગી ચાલતો ભ્રષ્ટ્રચાર જેવા કારણોસર આ કાર્યવાહી કરવામાં આવી હતી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎