:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

ગુજરાત સુપર લીગ લાવશે ફૂટબોલમાં પરિવર્તન:નથવાણી ફૂટબોલનું સ્તર સુધારવાની સાથે સ્થાનિક ખેલાડીઓ માટે પ્લેટફોર્મ પૂરૂં પાડવું

top-news
  • 28 Mar, 2024

દેશમાં ક્રિકેટ સિવાય અન્ય રમતોને પણ પ્રોત્સાહન આપવા હેતુ થી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (જી.એસ.એફ.એ.) પ્રમુખ પરિમલ નથવણીના માર્ગદર્શનમાં ગુજરાત સુપર લિગ ગુજરાતની પ્રથમ ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલ લીગ નું આયોજન કરવાનો નિર્ણય લીધો છે . અને આ લીગ પણ  ફૂટબોલની રમત માં  ઇતિહાસ સર્જી દેશે. રાજ્યમાં ફૂટબોલ રમતની પ્રગતિ યાત્રામાં ગુજરાત સુપર લીગ (જી.એસ.એલ.) એક મહત્વપૂર્ણ પડાવ છે. ઑલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને પણ તેને મંજૂરી આપી દીધી છે.

આ સુપર લીગમાં છ ટીમો એક બીજા સાથે પંદર મેચોમાં ગળાકાપ સ્પર્ધા કરશે; અને ફાઇનલમાં પહોંચવા એડીચોટીનું જોર લગાવશે. આ લીગનો ઉદ્દેશ્ય ગુજરાતમાં ફૂટબોલનું સ્તર તો ઉપર લાવશે જ, સાથે સાથે સ્થાનિક પ્રતિભાશાળી ખેલાડીઓને રાષ્ટ્રીય સ્તરે ઝળકવા માટે પ્લેટફોર્મ પૂરૂં પાડશે.લીગનો ઉદ્દેશ્ય ફૂટબોલ ખેલાડીઓને નાણાંકીય રીતે સહાયભૂત થવાનો પણ છે.

આ લીગમાં ટીમ ઓનર તરીકે (i) લોયલ ઇક્વિપમેન્ટ લિમિટેડના અલ્પેશ પટેલ (ii) કે ઍન્ડ ડી કોમ્યુનિકેશનના કમલેશ ગોહિલ, (iii) રત્નમણી મેટલ્સ ઍન્ડ ટ્યુબ્સ લિમિટેડના પ્રશાંત સંઘવી, (iv) વીવા સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડના સાહિલ પટેલ, (v) ટ્રુવેલ્યુ ગ્રુપના  મનીષ પટેલ અને સુહૃદ પટેલ તથા (vi) અક્ષિતા કોટન લિમિટેડના  કુશલ એન. પટેલ એ તૈયારી દર્શાવી છે.

જી.એસ.એફ.એ. રિલાયન્સ કપ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ સીનિયર મેન ફૂટબોલ ટુર્નામેન્ટ અને જી.એસ.એફ.એ. સીનિયર કલબ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટનમાં ઝળકેલા ખેલાડીઓમાંથી બન્ને ટુર્નામેન્ટોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હોય તેવા 84 ખેલાડીઓ સહિત સબસ્ટિટ્યુટ ખેલાડીઓ આ છ ટીમો માટે પસંદ કરાશે. વધુમાં, છેલ્લે અરૂણાચલ પ્રદેશમાં રમાયેલી 77 મી સંતોષ ટ્રોફીમાં જે બાર ટીમો રમી હતી તેમાંના 36 ગુજરાત બહારના ખેલાડીઓનો પણ આ ટીમોમાં સમાવેશ થશે. આમ લીગમાં રાજ્યના તથા રાષ્ટ્રના પ્રતિભાવન ખેલાડીઓ જી.એસ.એફ.એ.ને વધુ ઊંડાણ અને વૈવિધ્ય પ્રદાન કરશે. આ સુપર લીગ માટે તમામ હેડ કોચ તરીકે એ.એફ.સી. ‘એ’ સર્ટિફિકેટ ધરાવતા ગુજરાતના કોચ રહેશે અને ટેકનીકલ સ્ટાફ પણ ગુજરાતમાંથી જ રહેશે. આમ, ગુજરાતની પ્રતિભાઓને ઉજાગર કરવાનો ઉદ્દેશ્ય આ સુપર લીગ પાછળ રહેલો છે.

સ્થાનિક ઉભરતા પ્રતિભાશાળી ખેલાડીઓને અનુભવી અને ઘડાયેલા ખેલાડીઓ સાથે રમવાની તક મળે તેવી રીતે ટીમો તૈયાર કરવામાં આવશે. જેની જાહેરાત એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કરવામાં આવશે. ગુજરાત સુપર લીગની મેચો 01-05-2024 થી 12-05-2024 સુધી ફીફા પ્રમાણિત ટ્રાન્સસ્ટેડિયા, અમદાવાદમાં રમાડવામાં આવશે, જ્યાં ખેલાડીઓ તેમજ દર્શકો બન્ને રમતનો આનંદ માણી શકે તેમ છે. ગુજરાત સુપર લીગ આ પહેલ સાથે રાજ્યમાં ફૂટબોલને પુનઃપરિભાષિત કરશે અને નવી પેઢીના રમતવીરોને ભવ્ય ભાવિ તરફ ધપવાની પ્રેરણા આપશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎