:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

હાર્દિક પંડ્યાને સાથે થઈ છેતરપિંડી : સાવકા ભાઈએ 4.25 કરોડનો ચૂના લગાડયો ..

top-news
  • 11 Apr, 2024

હાલમાં દેશમાં લોકસભાની ચુંટણી સાથે આઈપીએલ 2024નો પણ માહોલ બરાબર જમ્યો છે, સમગ્ર દેશ આ મેચનો આનંદ લેવામાં મશગુલ છે. એવામાં જાણીતા ક્રિકેટેર હાર્દિક પંડયા લાંબા વિરામ બાદ ફરીથી એકવાર મેચમાં પોતાનું સ્થાન પરત મેળવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ તેમના માટે અચાનક એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે.

તેમની રમતમાં રહેલી  વ્યસ્તતાનો ફાયદો લઇને તેમના સાવકાભાઈએ તેમની સાથે છેતરપિંડી કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. હાર્દિકના સાવકા ભાઈ વૈભવ પંડ્યાએ કથિત રીતે તેમને કરોડો રૂપિયાનો ચૂનો લગાડી દીધો છે. જેના પરિણામે વૈભવ પંડ્યાની મુંબઈ પોલીસે લગભગ 4.25 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપમાં ધરપકડ કરી છે.

પોલીસ વિભાગની ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ (EOW)ના મતે વૈભવ સાથે પંડ્યા બંધુઓએ 2021માં પોલિમર બિઝનેસ ફર્મ સ્થાપી હતી . જેમાં વૈભવ રોજિંદા કામકાજની દેખરેખ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વૈભવે કરારની શરતોનો ભંગ કર્યો હતો અને બંને ભાઈઓને અંધારામાં રાખીને તે જ વ્યવસાયમાં (કોઈ અન્ય વ્યક્તિના નામે) પોતાની માલિકીની પેઢી સ્થાપી હતી.

EOW અધિકારીએ જણાવ્યું હતું કે બાદમાં વૈભવે કથિત રીતે એલએલપી ફર્મમાંથી પૈસા પોતાની પેઢીમાં ડાયવર્ટ કર્યા હતા. ધીરે ધીરે ભાગીદારી પેઢીનો નફો ઘટતો ગયો. આ ઉપરાંત વૈભવે તેના નિયત હિસ્સા કરતાં વધુ હોવાના કારણે બંને ભાઈઓને જાણ કર્યા વિના એલએલપી ફર્મમાં તેના નફાની ટકાવારીમાં કથિત રીતે છેતરપિંડી કરી હતી. આ માટે તેણે કથિત રીતે એલએલપી કરાર પર પંડ્યા બંધુઓની નકલી સહીઓ કરી હતી.

ભાગીદારીની શરતો એવી હતી કે હાર્દિક અને કૃણાલ બંને 40-40 ટકા મૂડી રોકાણ કરશે. જ્યારે સાવકો ભાઈ વૈભવ 20 ટકા રોકાણ કરશે અને રોજબરોજની બાબતો સંભાળી લેશે. નફો એ જ પ્રમાણમાં વહેંચવાનો હતો. જો કે વૈભવે ભાગીદારી કરારનો ભંગ કરીને હાર્દિક-કૃણાલને જાણ કર્યા વગર આ જ ધંધામાં કાર્યરત બીજી પેઢીની સ્થાપના કરી હતી.

રિપોર્ટમાં એક સૂત્રને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે સાવકા ભાઈએ ગુપ્ત રીતે તેનો નફો 20 ટકાથી વધારીને 33.3 ટકા કર્યો છે. જેના કારણે મૂળ ભાગીદારીના નફામાં ઘટાડો થયો હતો, જેના કારણે હાર્દિક અને કૃણાલ પંડયાને રુપિયા 3 કરોડનું નુકસાન થયું હતું. એટલું જ નહીં સાવકા ભાઈ કથિત રીતે ભાગીદારી પેઢીના ખાતામાંથી 1 કરોડ રૂપિયા લઈને પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. હાર્દિક પંડયાએ જ્યારે તેનો વિરોધ કર્યો ત્યારે વૈભવે કથિત રીતે પંડયા બ્રધર્સની પ્રતિષ્ઠાને કલંકિત કરવાની ધમકી આપી હતી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎