:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ખ્વાબ અંતાણી રોલર સ્કેટિંગમાં નેશનલ ચેમ્પિયન: પગમાં ઇજા હોવા છત્તા રાષ્ટ્રીયકક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું ....

top-news
  • 18 Apr, 2024

અમદાવાદ શહેરના  સ્કેટિંગ ખેલાડી ખ્વાબ અંતાણીએ પગમાં ઇજા હોવા છતાં સતના ખાતે યોજાયેલી રોલર સ્કેટિંગ ચેમ્પિયનશીપમાં ગુજરાતનું નામ રોશન કર્યું હતું. મળતી માહિતી મુજબ તેમને આ ઇજાઓ પ્રેક્ટિસ દરમિયાન થઈ હોવા છત્તા આ ચેમ્પીયન શીપ માં ભાગ લઇને વિજય મેળવ્યો હતો . તાજેતરમાં સતના, મધ્યપ્રદેશ ખાતે સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડીયા(SGFI)ના ઉપક્રમે યોજાયેલી 67મી નેશનલ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશીપમાં ગુજરાતના ખ્વાબ અંતાણીએ અન્ડર-17 વયજૂથની 1000 mtr રીંક રેસમાં ગોલ્ડ તેમજ 3000 mtr રોડ રેસમાં સિલ્વર મેડલ મેળવી રાષ્ટ્રીયકક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. 

સ્પીડ સ્કેટિંગની અલગ અલગ ઇવેન્ટ્સમાં અનેક વખત રાજ્યસ્તર પર વિજેતા રહી ચૂકેલા ખ્વાબ સ્પીડ સ્કેટિંગની તાલીમ અમદાવાદમાં રાઈઝીંગ સ્ટાર એકેડેમીના હેડકોચ ઈન્દ્રજીત રાજપૂત પાસે લઇ રહ્યા છે જેમણે ખ્વાબને સ્પીડ સ્કેટિંગની રાજ્ય તેમજ રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધાઓ માટે તૈયાર કરવા મહેનત કરી હતી . આ ઉપરાંત ખ્વાબ 2023-24ના વર્ષમાં ગુજરાત સ્ટેટ રોલર સ્કેટીંગ એસોસીએશન દ્વારા યોજાયેલી 43મી રોલર સ્કેટીંગ ચેમ્પિયનશીપમાં સ્કેટીંગની અલગ અલગ ઈવેન્ટમાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવી સ્ટેટ ચેમ્પિયન તેમજ CBSE બોર્ડ દ્વારા યોજાયેલી રોલર સ્કેટીંગ ચેમ્પિયનશીપમાં ઝોન ચેમ્પિયન બન્યા હતા
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎