મહિલા T20 વર્લ્ડ કપનું શેડ્યુલ જાહેર: 3 થી 20 ઓકટોબર દરમ્યાન ટુર્નામેન્ટનું આયોજન
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan06052024_123205_ICC-Womens-T20-World-Cup-2024.webp)
- 06 May, 2024
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ મહિલા ટી-20 વર્લ્ડ કપ 2024નો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ ટૂર્નામેન્ટનું બાંગ્લાદેશના સિલહટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વખતે વર્લ્ડકપમાં કુલ 10 ટીમો હશે, જેમની વચ્ચે 19 દિવસમાં ફાઇનલ સહિત 23 મેચ રમાશે. તમામ 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપની દરેક ટીમને 4-4 મેચ રમવાની રહેશે. પ્રત્યેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમી ફાઈનલ માટે ક્વોલિફાય થશે. ત્યારે ચાર ટીમો વચ્ચે પ્લેઓફનો જંગ જામશે.
આ વર્લ્ડ કપમાં શરૂઆતી મુકાબલો 3 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. ત્યારે છ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમ પોતાની મેચની શરૂઆત ક્વોલિફાયર-1 સામે કરશે. ત્યારે ગ્રૂપ-બીમાં સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટઈન્ડિઝ, બાંગ્લાદેશ અને ક્વોલિફાયર-2 છે. ઓસ્ટ્રેલિયાએ ગત વર્ષ કેપ ટાઉનમાં યજમાન સાઉથ આફ્રિકાને હરાવીને રેકોર્ડ છઠ્ઠી વખત ખિતાબ જીત્યો હતો. ભારતીય ટીમનું શ્રેષ્ઠ પ્રદર્શન 2020માં રહ્યું હતું, જ્યારે તે ફાઈનલ સુધી પહોંચવામાં સફળ રહી હતી.
મહિલા ટી-20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત 3 ઓક્ટોબરથી થશે. ટૂર્નામેન્ટની તમામ મેચ ઢાકા અને સિલ્હેટમાં રમાશે. 17 અને 18 ઓક્ટોબરે સેમીફાઈનલ રમાશે. ફાઈનલ 20 ઓક્ટોબરે ઢાકામાં રમાશે. ટીમ ઈન્ડિયાના ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને ક્વોલિફાયર 1 સામેલ છે. ભારતીય મહિલા ટીમ પોતાનો પહેલો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે 4 ઓક્ટોબરે સિલહટમાં રમશે. ટીમ ન્ડિયા 6 ઓક્ટોબરે પાકિસ્તાન સામે ટકરાશે.પછી 9 ઓક્ટોબરે તે ક્વોલફાયર-1 સાથે ટકરાશે. ભારતની છેલ્લી ગ્રૂપ મેચ 13 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સાથે થશે. ભારતીય ટીમ પોતાની તમામ ગ્રૂપ મેચ સિલહટમાં રમશે.
મહિલા T20 વર્લ્ડ કપ શેડ્યૂલ
4 ઓક્ટોબર: ભારત vs ન્યુઝીલેન્ડ, સિલહટ
6 ઓક્ટોબર: ભારત vs પાકિસ્તાન, સિલહટ
9 ઓક્ટોબર: ભારત vs ક્વોલિફાયર-1, સિલહટ
13 ઑક્ટોબર: ભારત vs ઑસ્ટ્રેલિયા, સિલહટ
17 ઓક્ટોબર: પ્રથમ સેમિફાઇનલ, સિલહટ
18 ઓક્ટોબર: બીજી સેમિફાઇનલ, ઢાકા
20 ઓક્ટોબર: ફાઈનલ, ઢાકા
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ