:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

T20 વર્લ્ડ કપ માટે ભારતની જર્સી લોન્ચ, હેલિકોપ્ટર દ્વારા હવામાં લહેરાતી કરાઇ લોન્ચ...

top-news
  • 07 May, 2024

આગામી ICC T20 વર્લ્ડ કપ 2024 પહેલી જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે, જે  માટે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓની નવી જર્સી ટીમના ઓફિશિયલ નિર્માતા  એડીડાસ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આ જર્સીને એક આગવી સ્ટાઈલથી આકાશમાં વાદળોની વચ્ચે હેલિકોપ્ટરમાં લોન્ચ કરવામાં આવી છે. આ જર્સીના ફર્સ્ટ લુકમાં બરફના પહાડો અને ખુલ્લી ખીણો બતાવવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમની નવી જર્સી હવામાં લહેરાતી લોન્ચ કરવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ ટીમની કિટના સત્તાવાર નિર્માતા એડિડાસે નવી જર્સી વિશે માહિતી આપી. પોસ્ટ કરતી વખતે એડિડાસે લખ્યું, 'એક જર્સી. એક રાષ્ટ્ર. પ્રસ્તુત છે ટીમ ઈન્ડિયાની નવી T20 જર્સી. આ જર્સી 7મી મેના રોજ સવારે 10:00 વાગ્યાથી સ્ટોર્સ અને ઓનલાઈન ઉપલબ્ધ થશે.

આ જર્સી ટીમ ઈન્ડિયાની અન્ય જર્સીથી અલગ છે. સામાન્ય રીતે ટીમ ઈન્ડિયાની જર્સી બ્લુ કલરની હોય છે પરંતુ આ જર્સીમાં બ્લુ કલરની સાથે ઓરેન્જ કલરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જર્સી ખૂબ જ આકર્ષક લાગી રહી છે, આ જર્સીમાં V ટાઈપની ગરદન છે અને જર્સીની ગરદન પર ત્રિરંગાનો રંગ પણ દેખાય છે. સોલ્ડર પર ઓરેન્જ કલર છે. આ સાથે, છાતીની આગળની જર્સીનો રંગ સંપૂર્ણપણે વાદળી છે. જર્સી પર BCCI, Adidas અને Dream-11ના લોકો પણ જોવા મળે છે. આ સાથે ભારતનું નામ પણ ઓરેન્જ રંગમાં લખાયેલું છે.

જર્સી જે ICC T20 વર્લ્ડ કપ માટે લોન્ચ કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાએ 2019માં યોજાયેલા વર્લ્ડ કપમાં પણ આવી જ જર્સી પહેરી છે. પરંતુ તે જર્સીનો વાદળી રંગ ઘાટો હતો અને તે જર્સીમાં કેસરી રંગનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.T20 વર્લ્ડ કપ 1 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 29 જૂને રમાશે. ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમવા જઈ રહી છે. જ્યારે 9 જૂને તે પાકિસ્તાન સામે રમતા જોવા મળશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎