ફ્લોરિડામાં ટીમ ઈન્ડિયાનું પ્રેક્ટિસ સેશન રદ્દ થયું ..!!! આવતીકાલે કેનેડા સામે મેઘરાજા જોરદાર બેટિંગ કરવાના મૂડમાં ..???
- 14 Jun, 2024
T20 વર્લ્ડ કપ 2024માં કેનેડા સાથેની મેચ 15 જૂને છે પરંતુ તે પહેલા ટીમ ઈન્ડિયાનું પ્રેક્ટિસ સેશન સ્થગિત કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં હવે ભારત-કેનેડા મેચ રદ્દ થવાનો ખતરો પણ વધી ગયો છે. આ બધું ફ્લોરિડાના ખરાબ હવામાનને કારણે થઈ રહ્યું છે. ફ્લોરિડામાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાન ખરાબ છે, જે આ સપ્તાહના અંત સુધી ખરાબ રહેવાની શક્યતા છે.
અમેરિકામાં ટીમ ઈન્ડિયાનું પ્રેક્ટિસ સેશન રદ કરવું પડ્યું. એટલું જ નહીં જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો ભારતીય ટીમની કેનેડા સાથેની છેલ્લી ગ્રુપ મેચ પણ આવી જ રીતે રદ્દ કરવી પડી શકે છે. આનું કારણ એ છે કે ફ્લોરિડાનું હવામાન અપ્રમાણિક બની ગયું છે. સતત વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આવા હવામાનમાં કોઇ પણ ટીમ કેવી રીતે પ્રેક્ટિસ કરી શકે ?? અને એવી સિઝનમાં જ્યાં પ્રેક્ટિસ ન થાય ત્યાં મેચ થવાની શક્યતાઓ કેટલી એ પણ વિચારવા જેવુ છે .
ફ્લોરિડામાં ખરાબ હવામાનથી માત્ર ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશનને અસર થઈ નથી. પરંતુ શું તેની અસર વાસ્તવમાં આવતીકાલની કેનેડા સામેની મેચ પર જોવા મળી શકે છે કે કેમ તે પણ વિચારવાનો વિષય છે, ભારત અને કેનેડા વચ્ચેની મેચ લોડરહિલ, ફ્લોરિડામાં રમાંનાર છે, જો કે ટીમ ઈન્ડિયાના દૃષ્ટિકોણથી સારી વાત એ છે કે આ મેચ રદ્દ થયા પછી પણ તેના રમતના ગ્રાફ પર કોઈ અસર નહીં થાય. તેનું એક માત્ર કારણ તે 3 મેચ જીતીને સુપર 8માં પહેલેથી જ પહોંચી ગયુ છે.
ન્યૂયોર્કમાં યુએસએ સામે જીત નોંધાવ્યા બાદ ટીમ ઈન્ડિયા તરત જ ફ્લોરિડા જવા રવાના થઈ ગઈ હતી. બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના ફ્લોરિડા પહોંચવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. પરંતુ ફ્લોરિડામાં ખરાબ હવામાન માત્ર ભારત-કેનેડા જ નહીં પરંતુ યુએસએ વિ આયર્લેન્ડ અને પાકિસ્તાન-આયર્લેન્ડ વચ્ચેની મેચોને પણ અસર કરશે. જો વરસાદ આ ટીમો વચ્ચે રમત બગાડે તો ભારત અને યુએસએ માટે ચિંતા કરવાની જરૂર નથી.
પરંતુ, પાકિસ્તાન માટે આ ટૂર્નામેન્ટનો અંત હોઈ શકે છે. વાસ્તવમાં ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની આશા માટે એ જરૂરી છે કે આઇરિશ ટીમ યુએસએને હરાવે. પરંતુ, આ ત્યારે જ શક્ય બનશે જ્યારે વરસાદ બંધ થશે. જો વરસાદ નહીં અટકે અને યુએસએ-આયર્લેન્ડ મેચ રદ્દ થાય તો પાકિસ્તાન ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે.
એવા સમાચારો પણ પ્રાપ્ત થયા છે કે ખરાબ હવામાનને કારણે ફ્લોરિડામાં મેચોને બીજે ક્યાંક શિફ્ટ કરવાની વાત ચાલી રહી છે. પરંતુ, મળતી માહિતી અનુસાર, ICCએ હવે સ્પષ્ટ કર્યું છે કે અચાનક આવું કરવું શક્ય નથી. એનો મતલબ કે મેચ ફ્લોરિડામાં જ રમાશે.