:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

એશિયા કપ ક્રિકેટમાં ભારતીય મહિલાઓએ વગાડ્યો ડંકો : બાંગ્લાદેશને હરાવી ફાઈનલમાં કર્યો પ્રવેશ, શ્રીલંકા સાથે થશે મુકાબલો

top-news
  • 27 Jul, 2024

 વુમન્સ એશિયા કપની પહેલી સેમિફાઈનલ મેચ  ઈન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી. જેમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા માત્ર 80 રન જ બનાવી શકી હતી. પરિણામે ટીમ ઈન્ડિયાએ 11 ઓવરમાં ટાર્ગેટ પાર પાડીને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. આમ બાંગ્લાદેશે આપેલા 81 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત શાનદાર રહી હતી. શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ વિના વિકેટ ટાર્ગેટ પાર પાડીને આસાનીથી મેચ જીતી લીધી હતી. 

આ સાથે ભારતીય ટીમે વુમન્સ એશિયા કપની ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 9મી વખત એશિયા કપ 2024ના ફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચી દીધો છે. ટીમ પૂરી ટુર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી. ખિતાબ પોતાના નામે કરવા માટે ભારતીય ટીમ સૌથી મજબૂત દાવેદાર છે. હવે ભારતીય ટીમ  28મી જુલાઈના રોજ દામ્બુલા સ્ટેડિયમમાં એશિયા કપમાં ચેમ્પિયન બનવા મેદાનમાં ઉતરશે




ફાઈનલ મેચમાં ભારતનો મુકાબલો યજમાન શ્રીલંકાની ટીમ સાથે થશે. શ્રીલંકાએ ટુર્નામેન્ટની બીજી સેમિ ફાઇનલની રોમાંચક મેચમાં પાકિસ્તાનને 3 વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાને આપેલા 141 રનના લક્ષ્યનો પીછો કરતા શ્રીલંકાએ એક બોલ પહેલા જ મેચ જીતી લીધી હતી.જ્યારે ભારતની ટીમમાં મંધાનાએ પચાસ રન ફટકારી અણનમ રહી હતી. સ્મૃતિએ 39 બોલમાં 1 સિક્સ અને 9 ફોરની મદદથી 55 રન બનાવ્યા હતા. જ્યારે શેફાલી વર્માએ 28 બોલમાં 26 રન બનાવ્યા હતા. ઉપરાંત રેણુકા અને રાધા યાદવે શાનદાર બોલિંગ કરીને ત્રણ-ત્રણ વિકેટ મેળવી હતી. 

હવે ભારત અને શ્રીલંકા વચ્ચે રવિવારે ફાઈનલ મેચ રમાશે. વધુમાં ,આ ટુર્નામેન્ટની બીજી સેમિફાઇનલ પાકિસ્તાન મહિલા ટીમ અને શ્રીલંકાની મહિલા ટીમ વચ્ચે રમાઈ હતી જેમાં શ્રીલંકાની જીત થઈ હતી. તેથી હવે ફાઇનલ મુકાબલો જોવો રહ્યો કે કોણ બનશે એશિયા કપ ચેમ્પિયન ..