:
Breaking News
NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?. હોકી પ્લેયર શ્રીજેશની મોટી જાહેરાત: સુપરસ્ટાર ગોલકીપર શ્રીજેશે સોશિયલ મીડિયા પર કરી નિવૃતિની જાહેરાત, કહ્યું- પેરિસ ગેમ્સ પછી રમતમાંથી સંન્યાસ લેશે. કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદ: સુપ્રીમ કોર્ટે કહ્યું- દુકાનદારોએ પોતાની ઓળખ જાહેર કરવાની જરૂર નથી પરંતુ ખોરાક શાકાહારી છે કે માંસાહારી છે તે પ્રકાશિત કરવું જરૂરી. સરકારનો મોટો નિર્ણય: સરકારી કર્મચારીઓ RSSના કાર્યક્રમોમાં જોડાઈ શકશે, 58 વર્ષ પહેલા લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ; જાણો કોંગ્રેસે શું કહ્યું ?.

મિચેલ માર્શને ચડ્યો જીતનો નશોઃ વર્લ્ડકપની ટ્રોફી ઉપર પગ મુકીને કર્યુ અપમાન

top-news
  • 20 Nov, 2023

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે અમદાવાદમાં ODI World Cup 2023ની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટથી હરાવ્યું હતું. ફાઈનલમાં જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાનું ઘમંડ આસમાને પહોંચી ગયું છે. ભારત સામેની જીત પછી મિચેલ માર્શનો એક ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે વર્લ્ડ કપ ટ્રોફીનો અનાદર કરતો જોવા મળી રહ્યો છે. 

ઓસ્ટ્રેલિયન ટીમના ઓલરાઉન્ડર મિચેલ માર્શના શરમજનક કૃત્યથી લોકો નારાજ છે અને સોશ્યલ મીડિયા પર તેની ટીકા કરી રહ્યા છે. માર્શની આ તસવીર ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ જોઇને ભારતીય ફેન્સ ભડકી ગયા અને થોડી જ વારમાં આ તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. સોશ્યલ મીડિયા યુઝર્સે ટ્રોફી સાથે માર્શના આ પોઝને ખોટો ગણાવ્યો છે અને કહ્યું છે કે તેણે ટ્રોફીનું અપમાન કર્યું છે. માર્શના આ કૃત્યને લોકો ઓસ્ટ્રેલિયન ટીમનો ઘમંડ ગણાવી રહ્યા છે.

મિચેલ માર્શને લઈને સોશ્યલ મીડિયા પર યુઝર્સનું કહેવું છે કે ભારતીય ટીમ એક દિવસ ઓસ્ટ્રેલિયાનું આ ઘમંડ ચોક્કસપણે તોડી નાખશે. ઓસ્ટ્રેલિયાએ ODI World Cup 2023ની ફાઈનલ મેચમાં ભારતને 6 વિકેટે હરાવી છટ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો. ભારત સામે ઓસ્ટ્રેલિયાની જીતનો હીરો ટ્રેવિસ હેડ હતો જેણે 120 બોલમાં 137 રન બનાવ્યા હતા.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎