:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

વિશાખાપટ્ટનમમાં થશે ટક્કરઃ આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ T20I મેચ

top-news
  • 23 Nov, 2023

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે વિશાખાપટ્ટનમમાં 5 મેચોની T20I સિરીઝની પ્રથમ મેચ રમાનાર છે. આ મેચની શરૂઆત સાંજે 7:00 વાગ્યે થશે. આ સિરીઝમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવના હાથોમાં હશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાનું નેતૃત્વ મેથ્યુ વેડ કરશે. આ સિરીઝ માટે ભારતીય ટીમમાં મોટાભાગના યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. સિરીઝની અંતિમ 2 મેચમાં ભારતીય ટીમમાં શ્રેયસ અય્યરને સામેલ કરવામાં આવશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 26 T20I મેચ રમાઈ છે. જેમાં ભારતે 15 અને ઓસ્ટ્રેલિયાએ 10 મેચ જીતી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છેલ્લી T20I મેચ સપ્ટેમ્બર 2022માં રમાઈ હતી. આ 3 મેચોની સિરીઝમાં ભારતે 2-1થી જીત મેળવી હતી. છેલ્લી મેચ હૈદરાબાદમાં યોજાઈ હતી. જેમાં ભારતે 6 વિકેટે જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 186 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 4 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ T20I મેચ વિશાખાપટ્ટનમના રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનાર છે. આ સ્ટેડિયમની પિચ સંતુલિત છે. આ પિચ પર બેટ્સમેન અને બોલરો બંનેને મદદ મળે છે. આ સાથે પેસર અને સ્પિનર્સ બંને માટે આ પિચ અનુકુળ છે. જો કે અહીં ટાર્ગેટનો પીછો કરવો વધુ સારું છે. વિશાખાપટ્ટનમની પિચ પર બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમે 67 ટકા મેચો જીતી છે.

ઓસ્ટ્રેલિયાની 15 સભ્યોની ટીમમાં કુલ 6 ખેલાડીઓ એવા છે જેઓ ODI World Cup 2023ની વિજેતા ટીમનો ભાગ હતા. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાને સિનિયર ખેલાડીઓનો લાભ મળી શકે છે. તેથી ભારતીય ટીમ માટે આ મેચ જીતવી આસાન નહીં હોય. ઓસ્ટ્રેલિયા આ મેચમાં ફેવરિટ બની શકે છે.

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઈલેવન

ભારત

સૂર્યકુમાર યાદવ (C), ઈશાન કિશન (wkt), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, શિવમ દુબે, રિન્કુ સિંહ, અક્ષર પટેલ/વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા/આવેશ ખાન, મુકેશ કુમાર

ઓસ્ટ્રેલિયા

મેથ્યુ વેડ (C/wkt), સ્ટીવ સ્મિથ, મેથ્યુ શોર્ટ, એરોન હાર્ડી, જોશ ઈંગ્લિસ, માર્કસ સ્ટોઈનીસ, ટિમ ડેવિડ, સીન એબટ, નેથન એલિસ, જેસન બેહરેનડોર્ફ, તનવીર સંઘા


ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎