:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ગુવાહાટીમાં આજે ત્રીજી ટી-20ઃ ભારત શાનદાર ફોર્મમાં, ઓસ્ટ્રેલિયા માટે કરો યા મરોની સ્થિતિ

top-news
  • 28 Nov, 2023

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે 5 મેચોની T20I સિરીઝની ત્રીજી મેચ રમાનાર છે. આ મેચ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7:00 વાગ્યે શરૂ થવાની છે. ભારતીય ટીમે શરૂઆતની 2 મેચ જીતીને સિરીઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે ભારતીય ટીમની નજર આજની મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સિરીઝ પોતાના નામે કરવા પર રહેશે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ આજની મેચ જીતીને પોતાને સિરીઝમાં જીવંત રાખવા માંગશે.  આજે ઓસ્ટ્રેલિયા માટે કરો યા મરોની સ્થિતિ રહેશે. 

ગુવાહાટીના બરસાપરા સ્ટેડિયમમાં અત્યાર સુધી માત્ર 3 T20I મેચો રમાઈ છે. અહિયાંની પિચ બેટિંગ માટે વધુ અનુકૂળ માનવામાં આવે છે. ગુવાહાટીની પિચ પર બોલર્સને બાઉન્સ અને પેસ મળે છે.  આ મેદાન પર હાઇ સ્કોરિંગ મેચ જોવા મળે છે. આ મેદાન પર હાઇસ્કોર 237 રનનો છે. જે ભારતે સાઉથ આફ્રિકા સામે વર્ષ 2022માં બનાવ્યો હતો. અહીં ફાસ્ટ બોલરોને સીમ અને સ્વિંગમાં વધુ મદદ મળતી નથી, જ્યારે સ્પિનરોને ટર્ન મળે છે.

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઈલેવન 

ભારત

સૂર્યકુમાર યાદવ (C), રૂતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન (wkt), શિવમ દુબે, રિન્કુ સિંહ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, આવેશ ખાન

ઓસ્ટ્રેલિયા

મેથ્યુ વેડ (C/wkt), ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ, જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, ટિમ ડેવિડ, સીન એબટ, નેથન એલિસ, જેસન બેહરેનડોર્ફ, એડમ ઝમ્પા