:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

નામ જોઈને ચોંકી જશો, આઈપીએલમાં ધોની કરતા પણ વધુ સેલેરી લે છે આ ક્રિકેટર

top-news
  • 11 Dec, 2023

દુનિયાની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગમાંની એક ઇન્ડિયન પ્રીમિયર લીગની તૈયારીઓ ચાલુ થઇ ગઈ છે. IPL 2024 માટે દુબઈમાં 19 ડિસેમ્બરના રોજ ઓક્શનનું આયોજન કરવામાં આવશે. જેની રાહ ક્રિકેટ ચાહકો આતુરતાથી જોઈ રહ્યા છે. IPLની 17મી સિઝનમાં ફરી એકવાર મહેન્દ્રસિંહ ધોની ચેન્નઈ સુપર કિંગ્સની કપ્તાની કરતો જોવા મળશે. આ સાથે જ IPL 2023ની ઉપવિજેતા ટીમ ગુજરાત ટાઈટન્સ તેના નવા કેપ્ટન સાથે જોવા મળશે. તે પહેલા આગામી સિઝનમાં દરેક ટીમના કેપ્ટનને કેટલો પગાર મળી શકે છે તેના આંકડા ચોંકાવનાર છે.

IPLમાં સેલરીના મામલે ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની કરતા ઘણા કેપ્ટન આગળ છે. શુભમન ગિલને લઈને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે હાર્દિક પંડ્યાને ગત સિઝનમાં જેટલો પગાર મળ્યો હતો તેટલો જ પગાર તેને મળશે. આ ઉપરાંત રોહિત શર્મા અને કે.એલ રાહુલની સેલેરી ધોની કરતા ઘણી વધારે છે. કે.એલ રાહુલ સૌથી મોંઘા કેપ્ટનની લીસ્ટમાં ટોપ પર છે, જેને લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી 17 કરોડ રૂપિયા મળે છે.

આ 10 કેપ્ટનોને IPL 2024માં આટલો પગાર મળી શકે છે

1. એમએસ ધોની - 12 કરોડ (ચેન્નઈ સુપર કિંગ્સ)

2. રોહિત શર્મા - 16 કરોડ (મુંબઈ ઈન્ડિયન્સ)

3. સંજુ સેમસન - 14 કરોડ (રાજસ્થાન રોયલ્સ)

4. શ્રેયસ અય્યર - 12.25 કરોડ (કોલકાતા નાઈટ રાઈડર્સ)

5. ફાફ ડુ પ્લેસિસ - 07 કરોડ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર)

6. ડેવિડ વોર્નર - 6.25 કરોડ/ ઋષભ પંત - 16 કરોડ (જો પુનરાગમન થાય તો) (દિલ્હી કેપિટલ્સ)

7. એડન માર્કરમ - 2.60 કરોડ (સનરાઇઝર્સ હૈદરાબાદ)

8. કે.એલ રાહુલ - 17 કરોડ (લખનઉ સુપર જાયન્ટ્સ)

9. શિખર ધવન - 8.25 કરોડ (પંજાબ કિંગ્સ)

10. શુભમન ગિલ - 15 કરોડ (ગુજરાત ટાઇટન્સ)



ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎