February 2, 2023
February 2, 2023

શ્રીદેવીનું મર્ડર થયું હતું, અકસ્માત ન્હોતો, IPS અધિકારીનો દાવો

કેરળમાં પોતાની સુજબુઝ માટે જાણીતા જેલ ડીજીપી અને આઈપીએસ અધિકારી ઋષિરાજ સિંહે એક ચોકાંવનારો અને મોટો ખુલાસો કર્યો છે. પોતાનાં એક મિત્રનાં હવાલે તેણે આ પ્રકારનો દાવો કર્યો છે. તેનાં દોસ્ત ડો. ઉમાદથનને ભારતનાં જાણીતા ફોરેન્સિક સર્જન તેમજ ક્રાઈમ અને મર્ડર મિસ્ટ્રી ઉકેલનાર ઉસ્તાદ તરીકે જાણીતા છે. આ શખ્સને કેરળ સરકાર પણ સારી રીતે જાણે છે.

હવે IPS અધિકારીએ આ ક્રાઇમ કેસ માસ્ટરે શ્રીદેવીની મોત પર ચોકાવનારો ખુલાસો કર્યો છે. જાણીતા અંગ્રેજી અખબાર અનુસાર રિશિરાજ સિંહે કહ્યું કે, ‘મે જિજ્ઞાસાવશ મારા મિત્ર ડો ઉમાદથનને શ્રીદેવીનાં મોત અંગે પુછ્યુ હતું. પણ તેનાં જવાબે મને હચમચાવી દીધો છે.

તેણે વધુમાં જણાવ્યું કે, ઉમાદાથને આખા મામલાને ખુબ નજીકથી જોયો છે. તેણે આ બાબત પર રિચર્સ કર્યું ત્યારે ઘણા એવા ખુલાસા થયાં અને સબુત હાથ લાગ્યાં કે જેમાં ખબર પડી આ મોત કોઈ પ્રકારનાં એક્સિડન્ટથી નથી થયું. તેનાં હાથ લાગેલા સબુતમાં એવા પુરાવા સામે આવ્યાં કે આ મર્ડર હોવાની પુરેપુરી સંભાવના છે.

રિશિરાજ સિંહ લખે છે કે, ‘મારા મિત્રએ મને કહ્યું કે, કોઇપણ નશામાં ધુત વ્યક્તિ કોઇપણ પરિસ્થિતિમાં ફક્ત એક ફૂટ ઉંડા બાથટબમાં ડૂબી શકે નહીં.’ દોસ્તનો દાવો છે કે કોઈએ એનાં બંન્ને પગ પકડ્યાં હતા અને જબરદસ્તી તેનાં માથાને પાણીમાં ડુબાડવામાં આવ્યું કે જેનાં લીધે તેનું મોત થયું.

ઉલ્લેખનીય છે કે જે તે સમયે આ મોતની તપાસ પોલીસ કરતી હતી પણ કોઈ જ પુરાવા હાથ નહોતા લાગ્યાં એટલે મોતનું અસલ કારણ જાણી ના શકાયું. પરંતુ હવે દોઢ વર્ષ બાદ જેલ ડીજીપીએ દોસ્તનાં હવાલે આ પ્રકારનાં ચોકાવનારા ખુલાસા કર્યાં છે. જેનાં લીધે વિવાદ વધ્યો છે. ગત વર્ષે 24 ફ્રેબુઆરીનાં રોજ દુબઈની એક હોટલમાં શ્રીદેવીનું મોત થયું હતું. ત્યારે એના મોતનું કારણ એક દુર્દ્યટનાં તરીકે બતાવવામાં આવ્યું હતું.

 101 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved