ગુજરાત શિક્ષણ બોર્ડ દ્રારા મહત્વનો નિર્ણય
ગુજરાત સહિત દેશભરમાં વધી રહેલા સાયબર એટેક વધી રહ્યા છે જેના પગલે ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાયબર સિક્યોરીટીના પાઠ દર મહિનાના પ્રથમ બુધવારે ભણાવવામાં આવશે તેમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સાયબર એટેક અને તે સામે કેવી રીતે સુરક્ષિત રહી શકાય તે અંગે હવે શિક્ષણ વિભાગ વિધાર્થીઓને અભ્યાક્રમમાં એક તાસ જેટલું સમજાવી સાયબર એટેક સામે કેવા પ્રકારે સાવધાની રાખવી તે સમજાવશે. ધોરણ 9થી 12નાં વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે ગુણવતાયુક્ત માહિતી તો મળશે જ સાથોસાથ સાયબર એટેક એટલે શું ? અને કેવી રીતે આ એટેક શક્ય બને છે તે અંગેની તલસ્પર્શી માહિતી મેળવી શકશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે હવે ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાયબર સિક્યોરીટીના પાઠ દર મહિનાના પ્રથમ બુધવારે ભણાવવામાં આવશે. મહત્વનું છે કે શાળાના વિદ્યાર્થીઓને સાયબર ગુન્હા અંગેની જાગૃતિના પાઠ શીખવવા માટે પોલીસ પ્રસાશનની મદદ લઈ સ્કૂલો વિદ્યાર્થીઓને જાગરુત કરશે.
75 , 1