November 29, 2022
November 29, 2022

રાપરમાં કોંગી ધારાસભ્યની કાર પર પથ્થરમારો, મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો સર્જી રાજકીય ચર્ચા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે રાપરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પ્રચાર કરી રહેલા કોંગ્રેસના ઉમેદવારની કાર પર પથ્થરમારાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ તરફ પથ્થરમારા બાદ મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હોવાનું સામે આવ્યું છે. જોકે મહત્વનું છે કે, તાજેતરમાં જ રાપર સીટ ઉપર ભાજપના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારને સુરક્ષા આપવા પત્ર લખ્યો હતો.

કચ્છ જિલ્લાની રાપર વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યની કાર ઉપર પથ્થરમારાની ઘટના સામે આવી છે. રાપરમાં કોંગ્રેસના ધારાસભ્ય સંતોકબેન એરેઠિયા અને અને હાલની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અને તેમના પતિ બચુભાઈ અરેઠીયા ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. આ દરમ્યાન અમરાપર ગામે તેમની કાર ઉપર અચાનક પથ્થરમારો થયો હતો. જે બાદમાં મારામારી પણ થઈ હોવાનું સામે આવ્યું છે.

મહત્વનું છે કે, તાજેતરમાં ભાજપના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવાર માટે પોલીસ સુરક્ષા માંગી હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, કચ્છની રાપર વિધાનસભા બેઠક ઉપર ભાજપે વિરેન્દ્રસિંહ જાડેજા તો કોંગ્રેસે બચુ અરેઠીયાને ટિકિટ આપી છે. આ દરમ્યાન હવે ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસના ઉમેદવાર બચુભાઈ આરેઠિયા માટે પોલીસ સુરક્ષાની માગ કરતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાએ SPને પત્ર લખ્યો છે.

 18 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved