બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું, સારવાર દરમિયાન મોત
રાજકોટ શહેરમાં ધોરણ 10ની વિદ્યાર્થિનીએ બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. પેપર નબળું જતાં નાપાસ થવાના ડરથી વિદ્યાર્થિનીએ આ પગલું ભર્યું હોવાનું પોલીસના પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે.
આ અંગે પોલીસના જણાવ્યા અનુસાર, રાજકોટમાં ધોરણ 10માં પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થિનીએ ગુરૂવારના રોજ સાંજે બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું હતું. ત્યારબાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
પરંતુ મોડી રાત્રે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મહત્વનું છે કે, યુવતીએ પરીક્ષાના ડિપ્રેશનમાં આવી આપઘાત કરી જીવન ટૂંકાવ્યું. સમગ્ર મામલે રાજકોટ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
102 , 2