ગ્રીષ્મા હત્યા કેસમાં બિગ અપડેટ
સુરતના બહુચર્ચિત ગ્રીષ્મા વેંકરિયા હત્યા કેસમાં 5 મેના રોજ આરોપી ફેનિલ ગોયાણીને સજા સંભળાવવામાં આવશે. ગત સુનાવણીમાં ફેનિલ ગોયાણીને કોર્ટ દોષિત જાહેર કર્યો હતો. ત્યારે હાલ સૌની નજર ફેનિલની સજા પર છે. ગ્રીષ્માના પરિવારજનો પણ અનેકવાર ન્યાયની અપીલ કરી ચૂક્યા છે.
સુરતના ગ્રીષ્મા હત્યા કેસમાં દોષિત ફેનિલની સજા પર આજે ફરી સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં 5 મેના રોજ આરોપી ફેનિલ ગોયાણીને સજા સંભળાવવામાં આવશે. સમગ્ર રાજ્યને હચમચાવી દેનારા આ હત્યાકાંડમાં સુરત સેશન્સ કોર્ટમાં બંને પક્ષના વકીલો આજે ફરી દલીલ કરી હતી. ફેનિલને દોષિત ઠેરવતી વખતે કોર્ટે નોંધ્યું હતું કે ફેનિલે આવેશમાં આવીને ગ્રીષ્માની હત્યા નથી કરી, આ હત્યા પૂર્વઆયોજિત કાવતરું હતું. એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલે સરાજાહેર ગળુકાપી ગ્રીષ્મા વેંકરિયાની હત્યા કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને રાજ્યભરમાંથી આરોપી ફેનિલને કડક સજાની માગ ઉઠી હતી.
આ કેસમાં સરકારે ત્વરિત એક્શન લેતા SITની રચના કરી હતી. અને SIT એ આ કેસમાં 2500 પાનાની ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં દાખલ કરી હતી. કોર્ટમાં 190 સાક્ષીઓમાંથી 105 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. ત્યારે હવે કોર્ટમાં ફરી સુનાવણી થઈ રહી છે.
118 , 1