September 25, 2022
September 25, 2022

સુપરસ્ટાર રણબીર કપૂર અને ડિરેક્ટર અયાન મુખરજીએ સોમનાથ મહાદેવના ચરણોમાં ઝૂકાવ્યું શીશ

ઉજ્જૈન મંદિરમાં દર્શન નહોતો કરી શક્યો રણબીર પણ સોમનાથ મંદિરમાં કર્યા.

હાલમાં જ બ્રહ્માસ્ત્ર ફિલ્મ રિલીઝ થઈ છે. ત્યારે તે પોતાની સિનેમેટોગ્રાફી કરતા વધુ વિવાદોને કારણે ચર્ચામાં રહી છે. રણવીર મહાકાલેશ્વર ઉજ્જૈન ખાતે દર્શન કરવા ગયેલ રણબીર કપૂરને હિન્દુ યુવાનો દ્વારા વિરોધ કરીને મંદિરમાં પ્રવેશવા દેવામાં નહોતો આવ્યો. ત્યારે તેના પરથી શીખ લઈને રણબીર કપૂર અને બ્રહ્માસ્ત્રનો ડિરેક્ટર અયાન મુખર્જી ગુપ્ત રીતે સોમનાથ દર્શને આવ્યા હતા. અને સોમનાથ મહાદેવના દર્શન કરીને રવાના થયા હતા.

અયાન મુખર્જીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ બોક્સઓફિસ પર હાલ સારી કમાણી કરી રહી છે. 9 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મમાં લીડ રોલમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર છે. ફિલ્મના પ્રમોશન વખતે રણબીર અને આલિયા ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શન માટે પહોંચ્યા હતા પરંતુ વિરોધના કારણે તેમણે દર્શન કરવા જવાનું ટાળ્યું હતું. એ વખતે માત્ર અયાને મહાકાલેશ્વર મંદિરમાં પૂજા કરી હતી. હવે, ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે ત્યારે અયાન મુખર્જી અને રણબીર કપૂરે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરમાં દર્શન કર્યા હતા.

ભગવાન શિવમાં અપાર શ્રદ્ધા ધરાવતા અયાન મુખર્જીએ સોમનાથ મંદિરના પ્રાંગણમાં ઊભા રહીને પડાવેલી તસવીર શેર કરી હતી. તેણે આ ફોટો શેર કરતાં લખ્યું, “સોમનાથ મંદિર. ॥ श्री सोमेश्वराय ज्योतिर्लिड़ाय महारुद्राय नमः ॥ આ વર્ષે મારી જ્યોર્તિલિંગની ત્રીજી મુલાકાત છે. મેં મારી જાતને કહ્યું હતું કે, બ્રહ્માસ્ત્ર રિલીઝ થયા પછી હું અહીં દર્શન કરવા આવીશ અને હું અહીં આવી શક્યો તેનો મને આનંદ છે.”

 38 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved