January 30, 2023
January 30, 2023

પ્રમોશનમાં અનામતઃ સુપ્રીમ કોર્ટે નિયમોમાં હસ્તક્ષેપ કરવાનો કર્યો ઈન્કાર

‘બંધારણીય ખંડપીઠના નિર્ણય બાદ અમે નવો નિયમ ન બનાવી શકીએ..’

સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે પ્રમોશનમાં અનામત માટેની શરતોને ઘટાડવા મામલે ઈન્કાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે, નાગરાજ (2006) અને જરનૈલ સિંહ (2018) કેસમાં બંધારણ બેન્ચના નિર્ણય પછી સુપ્રીમ કોર્ટ કોઈ નવો નિયમ ના બનાવી શકે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, રાજ્ય સરકાર SC/ST કર્મચારીઓને પ્રમોશનમાં અનામત આપતા પહેલા માત્રાત્મક ડેટા એકત્રિત કરવા માટે બંધાયેલી છે. પ્રતિનિધિત્વનું મૂલ્યાંકન ઉપરાંત માત્રાત્મક માહિતીનો સંગ્રહ જરૂરી છે. તે ડેટાનું મૂલ્યાંકન કરવાની જરૂર છે. જોકે કેન્દ્રએ નક્કી કરવું જોઈએ કે ડેટાનું મૂલ્યાંકન એક નિશ્ચિત સમયગાળામાં જ કરવું જોઈએ અને આ સમયગાળો શું હશે, તે કેન્દ્ર સરકારે નક્કી કરવો જોઈએ.

અમે કોઈ માપદંડ નક્કી કરી શકતા નથી

આ મામલાની સુનાવણી કરતા ન્યાયાધીશ એલ નાગેશ્વર રાવ, સંજીવ ખન્ના અને બીઆર ગવઈની બેન્ચે જણાવ્યું કે, અમે એવું માન્યું છે કે અમે પ્રતિનિધિત્વની અપર્યાપ્તા નક્કી કરવા માટે કોઈ માપદંડ નક્કી કરી શકતા નથી. ચોક્કસ સમયગાળા પછી પ્રતિનિધિત્વની અપર્યાપ્તાના મૂલ્યાંકન ઉપરાંત માત્રાત્મક માહિતીનો સંગ્રહ જરૂરી છે. આ સમીક્ષાનો સમયગાળો કેન્દ્ર સરકારે નક્કી કરવો જોઈએ.

કોર્ટે જણાવ્યું કે, કેડર આધારિત ખાલી જગ્યાઓના આધારે અનામતનો ડેટા એકત્ર કરવામાં આવે. રાજ્યોને અનામત આપવાના હેતુ માટે સમીક્ષા થવી જોઈએ અને કેન્દ્ર સરકાર સમીક્ષાનો સમયગાળો નક્કી કરશે.

 99 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved